Homeઆપણું ગુજરાતમિલેટ એટલે કે ધાન્ય વાપરો છો? તો આ બાબતોનું ખાસ ધ્યાન રાખજો

મિલેટ એટલે કે ધાન્ય વાપરો છો? તો આ બાબતોનું ખાસ ધ્યાન રાખજો

 

વડા પ્રધાન નરેન્દ્ર મોદી-ભારત સરકારના કહેવાથી યુએને વર્ષ ૨૦૨૩ને ઈન્ટરનેશનલ યર ઓફ મિલેટ જાહેર કર્યું છે ત્યારે મિલેટ વિશે જાણવું જરૂરી બની ગયું છે.

બાજરી, જવાર, કોદરા, સામો, છેનો, કાંગ,બાવટો, લીલી કાંગ જેવા નામથી ઓળખાતા આ ધાન્યને ખાવાથી પ્રોટિન્સ, વિટામિન, ફાઈબર વગેરે પોષક તત્વો મોટા પ્રમાણમાં મળે છે અને સાથે આ ધાન્ય ભારતમાં નાના ખેડૂતો દ્વારા મબલખ પ્રમાણમાં પકવવામાં આવતા હોવાથી તેમને પણ ફાયદો થાય છે. સૌથી વધારે મહત્વની વાત એ છે કે આ ધાન્ય-મિલેટ કોઈપણ પ્રકારના રસાયણના ઉપયોગ વિના પકવવામાં આવે છે, આથી કોઈપણ જાતના રસાયણ તેમાં હોતા નથી. આજકાલ ઓર્ગેનિક ફૂડની ભારે બોલબાલા છે ત્યારે આ ફૂડ તો મુળથી જ ઓર્ગેનિક છે.  આ ધાન્યમાંથી પોષક તત્વો મેળવવા માટે અમુક બાબતો ધ્યાનમાં લેવા જેવી છે. ધાન્ય ગ્લુકોઝ ધીમે ધીમે છોડું હોવાથી શરીરમાં સાકરનું પ્રમાણ જળવાઈ રહે છે. આ સાથે જેઓ પહેલીવાર આ પદાર્થો ખાઈ તેને શરૂઆતમાં પેટમાં દુખે છે, તેથી ધાન્યનો યોગ્ય રીતે ઉપયોગ થાય તે માટે આ બાબતો યાદ રાખજો

૧. કોઈપણ ધાન્ય વાપરો ત્યારે પહેલા તેને સ્વચ્છ પાણીથી ધોઈ તેને આઠ કલાક પાણીમાં પલાળો, તે બાદ તેનો ઉપયોગ કરો. આમ કરવાથી તેમાંનું ફાયબર છૂટ પડશે. ફાયબર નીકળેલા પદાર્થ ખાવાને પચવામાં સરળ રહે છે. ભીંજાયેલા ધાનમાં તમને તમામ પોષણ મળશે જ.

૨. ભીંજાવેલા ધાન્યનું પાણી ફેંકશો નહીં. તેને ફરી રસોઈમાં ઉપયોગમાં લો. આઠેક કલાક ભીંજાયા બાદ તેમાં પષણતત્વો હશે તે ઉપયોગમાં લેવાથી ખાનારને મળશે.

૩. બજારમાંથી જ્યારે ધાન્ય ખરીદો ત્યારે તેના ઓરિજનલ કલરનું જ ખરીદો. સફેદ પડી ગયેલું ધાન્ય ખરીદશો નહીં. કારણ કે ધાન્ય પરનો રંગ તેના ગુણધર્મ દર્શાવે છે. જેમ કે કાંગ (ફોક્સટેલ મિલેટ)નો રંગ પીળો હોય છે, કોદરાનો રંગ કાળાશ પડતો હોય છે.

 

૩. ધાન્ય ધુઓ ત્યારે તેનો રંગ જાય તો ગભરાશો નહીં. તે નૈસર્ગિક પ્રક્રિયા છે. જોકે તેને બે કરતા વધારે વાર ધોવાના નહીં. વધારે ધોવાથી પોષક તત્વો પણ જતા રહે છે.

૪. શહેરોમાં ધાન્યના નામે તેના બીજ મળે છે. તે ખાવા નહીં, તેનાથી પાચન ક્રિયા શિથિલ પડે છે.

૫. ધાન્ય કયારેય કુકરમાં બાફવુ નહીં. લોખંડ કે માટીના વાસણનો ઉપયોગ કરવો. આમ કરવાથી તેનો સ્વાદ અને ગુણધર્મ અકબંધ રહેશે.

૬. ધાન્ય કોણે અને કેટલું ખાવું? પાંચ વષર્ના બાળકથી લઈ ૧૦૦ વર્ષના વૃદ્ધ ધાન ખાઈ શકે છે. ધાન્ય ભીંજવ્યા બાદ અને પકવ્યા બાદ ફુલે છે. આથી બાળ હોય તો બાળકની અને પુખ્તવયના હોય તો તેની મુઠ્ઠીમાં સમાય તેટલું ધાન્ય ખાઈ શકાય. જેટલું પણ ધાન લેવામા આને તેનાથી ચારગણું પાણી વાપરવામાં આવે.

ધાનથી શું શું બને?

ધાનથી રવો બને અને રવાની વિવિધ વાનગીઓ જેવી કે ઉપમા, ઈડલી, શીરો, વેગેરે બની શકે. ધાનના લોટમાંથી થેપલા, રોટલા જેવી વસ્તુઓ બને. આ સાથે હવે ધાનમાંતી બનતા બિસ્કીટ, પૌઆ, લાડુ, નુડલ્સ પણ મળે છે. જે ખાઈ શકાય.

વિશ્વ આખુ આપણી જીવનશૈલી, આપણી ખાણીપીણી, આપણી ઔષધીઓ-યોગ પાછળ ઘેલું બન્યું છે ત્યારે આપણે પણ ફરી આપણી અસલી જીવનશૈલી તરફ આગળ વધીએ.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular