કેતકી જાની
સવાલ: મારો દસમા ધોરણમાં ભણતો દીકરો વાતવાતમાં બે દિવસ પહેલા મને કહેતો હતો કે, મમ્મી એક ઈ સિગરેટ આવે છે તને ખબર છે? મારા ક્લાસમાં એક ખૂબ માલદાર ઘરનો છોકરો લાવ્યો હતો ગઈકાલે. ક્લાસમાં જે અમારું ગ્રૂપ છે, અમે બધાએ તેનો ટેસ્ટ કર્યો. પણ કોઈ બીજાને ખબર પણ ના પડી, તેણે આમને પાંચ જણને જ આપી. મેં કીધું એવી કેવી સિગરેટ કે કોઈને ખબર ના પડે? તો એણે કીધું કે આવે છે, એવી. મને સમજાતું નથી શું કરું? હું શાળામાં જઈ બોલીશ તો મારા દીકરાનો વિશ્ર્વાસભંગ થશે તેમ લાગે છે, હું શું કરું? મને આ ઈ સિગરેટ શું છે તેનાથી કોઈ જોખમ ખરું? તે જણાવો જેથી આગળ નિર્ણય લઈ શકું.
જવાબ: બહેન, ઈ સિગરેટ એટલે કે ઈલેક્ટ્રિક સિગરેટ, એક ઈલેક્ટ્રોનિક સાધન છે. લાંબું સિગરેટ જેવું, જે બેટરીથી ચાલે છે તેના તમાકુનો અર્ક નિકોટીન અને અન્ય કેમિકલ્સને ઘોળીને તે પ્રવાહી ભરવામાં આવ્યું છે. ઈ સિગરેટ ગરમ થાય એટલે આ પ્રવાહી વરાળમાં રૂપાંતરણ પાણી તેનો કશ ખેંચનારના શરીરમાં વરાળરૂપે પ્રવેશી કશ ખેંચનારને તમાકુની ગંધ કે ધુમાડા વગર પણ સિગરેટ પીધાનો સંતોષ આપે છે. ઈન શોર્ટ ઈ સિગરેટ બેટરીથી ચાલનારું સિગરેટ જેવું જ દેખાતું એવું ઉપકરણ છે જે નિકોટીનના મિશ્રણને વરાળ બનાવે જે માણસના શરીરમાં જાય છે. ઈ સિગરેટ કે આદી સિગરેટમાં ગંધ કે ધુમાડાની ગેરહાજરી જેટલો જ તફાવત હોવા સાથે બંને દ્વારા માનવ શરીરને થતું નુકસાન સમાન છે. ઘણી શોધખોળો આ અંગે દુનિયામાં ચાલે છે અને ઘણાં તારણો અનુસાર કેટલીક ઈ સિગરેટ બ્રાન્ડસ ઈ સિગરેટમાં ફોર્મલાડેહાઈડ અને અનેક પ્રકારની ફલેવર્સના કેમિકલ્સ નિકોટીનમાં ભેળવે છે. જે ઈ સિગરેટ પીનારા લોકો માટે વધુ નુકસાનદેહ છે. ઘણાં બધા લોકો સાદી સિગરેટનું વ્યસન છોડવા ઈ સિગરેટનું સેવન કરતાં હોય તેવું પણ બને છે, પરંતુ આ માત્ર ભ્રામક સત્ય છે કે ઈ સિગરેટ પી સિગરેટ પીવાની લત છૂટી જાય છે. માત્ર પોતાનો વેપલો વધારવા ધંધાદારી લોકો આવી અવનવી વાતો બજારમાં ફેલાવે છે જેથી વધુમાં વધુ લોકને આના આદતી બનાવી શકાય. ઈ સિગરેટને વેપ (ટફાય) પણ કહેવાય છે. આજકાલ યુવાનો અને ટીનએજરોમાં વેપ લેવાનો ક્રેજ ખાસ દેખાય છે. ઈ સિગરેટમાં રહેલું નાનું હીટિંગ ડીવાઈસ મિશ્રણને વરાળમાં (ટફાજ્ઞીિ) બદલે છે, માટે ઈ સિગરેટનું સેવન કરવાનો વેપિંગ (ટફાશક્ષલ) કર્યું કહેવાય છે. ઈ સિગરેટ ફેફસાનું કૅન્સરને ખુલ્લું આમંત્રણ છે સાથે જ હાર્ટ, લીવર અને કિડની માટે પણ ખતરનાક છે બહેન. તમારા કેસમાં આ વાત ખાસ નોંધનીય લાગે છે મને કે મારે તમને સ્પષ્ટ શબ્દોમાં જણાવવું જરૂરી છે કે ‘ભારતમાં ઈ સિગરેટ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ છે.’ માટે તમારા દીકરાને આ કળણમાં ફસાતો રોકવાનું કર્તવ્ય માત્ર યાદ રાખી વહેલામાં વહેલી તકે શાળામાં જાવ. જે તે વિદ્યાર્થી વિશે શાળામાં પ્રિન્સિપાલ અને ક્લાસ ટીચરને જાણ કરો. ભારતના સ્વાસ્થ્ય મંત્રાલયના અધિનિયમ અનુસાર યુવાઓ/ટીનએજર્સને ચુંબકની જેમ ખેંચનાર ઈ સિગરેટનો નશો/ વેપિંગ કરવો ગુનો છે. પહેલીવાર આ નિયમ તોડનાર માટે એક લાખ રૂપિયા દંડ અને એક વર્ષની જેલની સજાની જોગવાઈ છે. એક કરતાં વધુ વખત ઈ સિગરેટ સાથે ઝડપાઈ જનારને પાંચ લાખ રૂપિયા દંડ અને ત્રણ વર્ષ જેલની સજા થાય છે. માટે હવે પુત્રમોહમાં અટવાઈ પુત્રના ભવિષ્ય સાથે રમવાનો વિચાર ના કરતાં વહેલાસર શાળામાં જઈ આ ચિંતાજનક બાબત માટે ઘટસ્ફોટ કરો. તમારા બાળકને આ અંગે શાંતિથી પાસે બેસી સમજાવો, જે – તે મિત્રના પાલકને પણ જાણ કરો. આ સમય છે કડવી દવા જેવા બની બાળક માટે સરવાળે મીઠા પુરવાર થવાનો. બાળક નાદાનીમાં કરે તે સદંતર ખોટું જ છે તે જાણવા છતાં બેસી રહો અને
કાલે ક્રમશ: ઈ સિગરેટનું સેવન વધતું જશે તો તમે તમારી જાતને માફ નહીં કરો શકો, અસ્તુ.