કેતકી જાની

સવાલ : તાજેતરમાં લગ્ન થયાં છે અમારા. આમ તો બધું જ ઠીક છે, પરંતુ મારા પતિ સાથે પ્રાઈવેટ લાઈફમાં ગડબડ ચાલે છે. પતિ કોન્ડોમ વાપરે ત્યારે મને યોનીની આસપાસ એલર્જી થાય છે અને હું કોઈ ગર્ભનિરોધક ગોળીઓ ખાઈને મારી તબિયત બગાડવા માગતી નથી. આ પ્રોબ્લેમને લીધે મારાં પતિ અને મારી વચ્ચે અણબનાવ ચાલ્યા કરે છે. એક બેનપણીએ સ્ત્રીઓ માટે કોન્ડોમ મળે છે તેમ કાલે જ જણાવ્યું. મને ડર લાગે છે કે તેનાથી કંઈ નુકસાન થાય તો? સ્ત્રીઓ માટેના કોન્ડોમ વિશે બધું જ જણાવવા વિનંતી.
જવાબ : બહેન, તમને જો તમારા પતિ કોન્ડોમ વાપરે ત્યારે એલર્જી થતી હોય તો ફિમેલ/સ્ત્રીઓ માટેના કોન્ડોમનો ઉપયોગ તમે કરો તો ચોક્કસપણે આ તમારી સમસ્યાનો ઉકેલ આવી જશે. કારણ કે પુરુષો માટેના કોન્ડોમ જે બજારમાં ઉપલબ્ધ છે તે તમામ લેટેક્સ પૉલીયુરેથેન અને પૉલીઆઈસોપ્રેન જેવા પ્લાસ્ટિક પદાર્થોથી બનાવાય છે. જ્યારે સ્ત્રીઓ માટે જે કોન્ડોમ બજારમાં ઉપલબ્ધ છે તે પૉલીયુરેથેન અથવા નાઈટ્રાઈલ જેવા નરમ પ્લાસ્ટિક (જે પૂર્ણતયા હાઈપોએલર્જીક/એલર્જી ના જ કરે તેમ સાબિત થયું છે) પદાર્થથી બનાવવામાં આવે છે.
પુરુષોના કોન્ડોમ બનાવવા વપરાતા ઉપરોકત નરમ પ્લાસ્ટીક પદાર્થ ઘણાં લોકોમાં એલર્જીક રીએકશન આપે છે, સ્ત્રીઓના કોન્ડોમમાં આવો પ્રોબ્લેમ નથી થતો છતાં આજેય સ્ત્રીઓના કોન્ડોમ પુરુષ કોન્ડોમની તુલનામાં ઘણાં ઓછા વપરાય અને વેચાય છે અને તેથી જ બજારમાં સહજ ઉપલબ્ધ સુધ્ધાં નથી. આ જ કારણથી આજે બજાર પુરુષોના કોન્ડોમ તેની અનેકાનેક વેરાયટી સાથે ઊભરાય છે, જ્યારે સ્ત્રીઓના કોન્ડોમ બનાવનાર ગણીગાંઠી કંપનીઓ છે. સ્ત્રીઓના કોન્ડોમની તુલનામાં પુરુષ કોન્ડોમનું ઉત્પાદન લગભગ પાંચસો ગણું વધારે છે. તેને જ કારણે જાહેરખબરના વિશ્ર્વ સુધી હજી સ્ત્રીઓના કોન્ડોમ પહોંચ્યા પણ નથી. મહિલા કોન્ડોમ પણ અનિચ્છનીય ગર્ભારોપણ અને સંચારિત વિવિધ રોગોથી બચાવ કરે છે.
વાસ્તવિકતા તો એ છે કે મહિલાઓના કોન્ડોમથી સ્ત્રીનો પુરુષ કોન્ડોમ વાપરે તેના કરતા વધુ યોનીભાગ કવર થતો હોવાથી સ્ત્રી માટે તેનો ઉપયોગ વધુ ફાયદાકારક નીવડે છે. પરંતુ આપણા સમાજમાં આજેય અમારાં ત્યાં આ રિવાજ નથી, એટલે નહિ કરવાનું જેવા જડ વલણનો મહિમા છે, તેને કારણે સ્ત્રીઓ પોતાની મહત્તમ સુરક્ષા જેમાં છે તે વસ્તુ પરત્વે આકર્ષાઈ નથી. હવે વાત સ્ત્રીઓના કોન્ડોમ વાપરવાની પદ્ધતિ વિશે. જો કે તેના પેકેટ ઉપર તેની માહિતી લખી જ હોય છે પરંતુ અહીં આ બાબત લખશું કેમ કે આપણા સમાજમાં એવી ઘણી સ્ત્રીઓ છે જે કદાચ ક્યારેય આ ખરીદશે નહીં અથવા મહત્તમ પતિઓનું જાતીય જીવન કેવું હોવું જોઈએ? તેના પર આધિપત્ય હોવાથી તેઓ તેમને આ કોન્ડોમ સંબંધે વિચાર સુધ્ધાં નહિ કરવા દે. આપણા માટે બનેલ કોન્ડોમ ‘આંતરિક કોન્ડોમ’ તરીકે પણ સંબોધાય છે. કારણ કે તેને ટેમ્પોનની જેમ યોનીની અંદર ઈન્સર્ટ કરીને વપરાય છે. કોન્ડોમની સાઈઝ પુરુષ કોન્ડોમ કરતા મોટી હોય છે. બે બાજુ નાની-મોટી એમ બે રીંગ હોય જેમાંથી નાની રીંગ આરામદાયક સ્થિતિમાં યોનીની અંદર જ્યાં સુધી આંગળી પહોંચે ત્યાં સુધી લઈ જઈ આંગળી બહાર કાઢી લેવી.
રીંગ જ્યાં મોટી છે તે બાજુ ક્રમશ: ઓટોમેટીક યોનીની બહાર રહે તેમ સેટ થઈ જશે. પુરુષ લિંગ ઉત્તેજીત થયા બાદ જ કોન્ડોમ પહેરી શકે જ્યારે સ્ત્રીઓ સેક્સ કરવાના ઘણાં કલાક પહેલા સુદ્ધા કોન્ડોમ યોનીમાં પહેરી રાખી શકે. નેચરલ લ્યુબ્રીકેન્ટયુક્ત હોવા છતાં સ્ત્રીઓ તેમના કોન્ડોમ ઈન્સર્ટ કરવા પાણી કે તેલ કોઈપણ બેઝવાળું લ્યુબ્રીકેન્ટ વાપરી શકે. સંભોગ સમયે લિંગ કોન્ડોમમાં જ જાય તેની સાવચેતી રાખવી અને સંભોગ બાદ યોની બહાર રહેલ કોન્ડોમનો છેડો આંગળી વચ્ચે ફીટ કરી વાળીને બહાર લેવો જેથી કોઈપણ રીતે વીર્ય તેમાંથી લીક ના થાય. આદત પડયા બાદ તેનો વપરાશ અત્યંત સુરક્ષિત અને આરામદાયક હોય છે. તે માસિક/પિરિયડ દરમ્યાન પણ વાપરી શકાય હોર્મોન સ્તર જે ગર્ભનિરોધક ગોળીઓને લીધે હાલકડોલક થાય તેનાથી સ્ત્રીઓને છુટકારો મળી શકે છે.
આદત ના હોવાથી શરૂમાં અસહજતા કે જતન જેવું લાગે પણ તે બધું કદાચ શારીરિક કરતાં માનસિક વધુ હોય. અન્ય તમામ ગર્ભનિરોધકોની તુલનાએ તેને વાપરવાની પદ્ધતિ વધુ ગૂંચવણભરી છે અને આગળ જણાવ્યું તેમ ઓછા વપરાશને કારણે પુરુષ કોન્ડોમની તુલનાએ તેની કિંમત ઘણી વધારે છે.
આ બંને કારણોને લીધે સુધ્ધાં તેનો વપરાશ આજે ઓછો છે. પરંતુ સાચી વાત એ પણ છે કે સ્ત્રીઓના કોન્ડોમ અનેક વૈજ્ઞાનિક શોધ/પ્રયોગ બાદ એવી રીતે ડિઝાઈન થયેલા હોય છે કે તે સંભોગની ક્રિયા દરમ્યાન સ્ત્રીના યોનીમુખને વધુ ઉત્તેજીત કરી તેની ઓર્ગેજમ/ચરમસુખની ક્ષણો/અવધિ વધારી શકે, અસ્તુ.

Google search engine