રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડીયા (WFI) અને ખેલાડીઓ વચ્ચેનો તણાવ વધતો જાય છે. બુધવારે દિલ્હીમાં દિવસભર ખેલાડીઓએ WFI ના પ્રમુખ અને ભાજપના સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ સામે ધરણા કર્યા હતા આજે પણ ધરણા ચાલુ છે. આ મામલે કોંગ્રેસે કેન્દ્ર સરકાર અને ભાજપ પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે દીકરીઓ પર અત્યાચાર કરનારા ભાજપના નેતાઓની યાદી અંતહીન છે.
જયરામ રમેશે ટ્વિટર પર લખ્યું કે, “કુલદીપ સેંગર, ચિન્મયાનંદ, પિતા-પુત્ર વિનોદ આર્ય-પુલકિત આર્ય…. અને હવે આ નવો કિસ્સો! દીકરીઓ પર અત્યાચાર કરનારા ભાજપના નેતાઓની યાદી અંતહીન છે. શું ‘બેટી બચાવો’એ દીકરીઓને ભાજપના નેતાઓથી બચાવવાની ચેતવણી હતી? વડા પ્રધાન જવાબ આપે.”
કોંગ્રેસ મહાસચિવે અન્ય એક ટ્વીટમાં પીએમ મોદીની પ્રહાર કરતા લખ્યું કે “વડાપ્રધાન, શા માટે દિકરીઓ પર અત્યાચાર કરનારા ભાજપના માણસો છે? ગઈ કાલે તમે કહ્યું હતું કે દેશમાં રમતગમત માટે વધુ સારું વાતાવરણ ઊભું થયું છે. શું આ ‘સારું વાતાવરણ’ છે કે જેમાં જે દીકરીઓ દેશનું નામ રોશન કરે છે એ સલામત નથી?”
प्रधानमंत्री जी, बेटियों पर अत्याचार करने वाले सारे भाजपाई ही क्यों होते हैं?
कल आपने कहा कि देश में खेलों के लिए बेहतर माहौल बना है। क्या यही है ‘बेहतर माहौल’ जिसमें देश का नाम रोशन करने वाली बेटियां भी सुरक्षित नहीं हैं?
2/2
— Jairam Ramesh (@Jairam_Ramesh) January 19, 2023
“>
હરિયાણા કોંગ્રેસના રાજ્યસભા સાંસદ દીપેન્દ્ર હુડ્ડાએ પણ મહિલા ખેલાડીઓના યૌન શોષણ મામલે ભાજપ પર નિશાન સાધ્યું હતું. તેમણે માંગ કરી હતી કે રેસલિંગ એસોસિએશનને બરખાસ્ત કરવી જોઈએ અને સંબંધિત કલમો હેઠળ આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધવો જોઈએ. હુડ્ડાએ કહ્યું કે આ કોઈ એક રાજ્યનો મામલો નથી. ખેલાડીઓ વિવિધ રાજ્યોમાંથી આવે છે, તપાસ સીબીઆઈ દ્વારા અને સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ થવી જોઈએ.