The Kapil Sharma Showની વાપસી? અર્ચના પુરન સિંહે આપી માહિતી

ફિલ્મી ફંડા

અર્ચના પુરન સિંહે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફેન્સને સારા સમાચાર આપ્યા છે. તેણે પોતાના આગામી શોની એક નાનકડી ઝલક દેખાડી છે. શોના પ્રોમો શૂટમાં પહોંચેલી અર્ચનાએ ધ કપિલ શર્મા શોની વાપસીના સમાચાર આપ્યા છે. થોડા સમય પહેલા આ શો બંધ થતાં ચાહકો નિરાશ થઈ હયા હતાં, પરંતુ ફરી એક વાર કપિલ શર્મા પેટ પકડીને હસાવવા તૈયાર છે. કપિલ શર્માના શોનો પ્રોમો શૂટ કરવા માટે અર્ચના પણ ઉત્સુક લાગતી હતી.

https://www.instagram.com/reel/ChehJ8zosUx/?igshid=YmMyMTA2M2Y=

શોના મેકર્સે ડેટને લઈને હજુ કોઈ માહિતી બહાર નથી પાડી. કપિલના શોમાં આ વખતે કૃષ્ણા અભિષેક, સુદેશ લાહિરી, ચંદ્ર પ્રભાકર અને સુમોના ચક્રવર્તી જોવા મળશે. કપિલ શર્માની ફિલ્મ પણ આવવાની છે, જે માટે તેણે વજન ઘટાડ્યો છે.

શો બંધ થયા બાદ પૂરી ટીમ કપિલ શર્મા સાથે લર્લ્ડ ટૂર પર ગઈ હતી અને ટીમે અમેરિકા અને કેનેડામાં અનેક શો કર્યા હતાં. હવે ખબર મળી રહી છે શો માટે નવા કલાકારોની શોધ પણ ચાલુ છે.

 

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.