મુંબઈ: મુંબઈના નવા પોલીસ કમિશનર તરીકે સિનિયર આઇપીએસ ઓફિસર વિવેક ફણસલકરની નિયુક્તિ કરવામાં આવી છે. ૧૯૮૯ બેચના આઇપીએસ ઓફિસર વિવેક ફણસલકરે અગાઉ પોલીસ હાઉસિંગ એન્ડ વેલફેર કોર્પોરેશનના ડીજી અને એમડી તરીકે ફરજ બજાવી હતી. ગુરુવારે નિવૃત્ત થનારા પોલીસ કમિશનર સંજય પાંડેના તેઓ અનુગામી બનશે. આ પહેલા વિવેક ફણસલકર થાણેના પોલીસ કમિશનર અને મહારાષ્ટ્ર એન્ટિ ટેરરિઝમ સ્કવોડ (એટીએસ)ના ચીફ સહિતના મહત્ત્વના પદો પર કાર્યરત રહી ચૂક્યા છે. (પીટીઆઇ)ઉ
