મુંબઈ: રાજ્યમાં નાગરિકોને નવા વર્ષમાં વીજદર વધારાનો શોક લાગે એવી શક્યતા છે. મહાવિતરણ કંપની દ્વારા સ્ટેટ રેગ્યુલેશન કમિશનને વીજદર વધારા સંદર્ભમાં અરજી કરવામાં આવી હોવાની માહિતી મળી છે. આ અરજી દ્વારા પ્રતિયુનિટ ૭૫ પૈસાથી રૂ. ૧.૩૫ દરવધારો કરવામાં આવે, એવી માગણી કરવામાં આવી હોવાનું સંભળાય છે. જો આ અરજી પર તાત્કાલિક નિર્ણય લેવામાં આવે તો મહેસૂલ વિભાગ અનુસાર જાહેર સુનાવણી બાદ નિર્ણય લેવામાં આવશે, એવી માહિતી સૂત્રો દ્વારા પ્રાપ્ત થઇ હતી. જોકે એવું સંભળાઈ રહ્યું છે કે દરવધારો આગામી વર્ષે માર્ચ મહિનામાં થાય એવી શક્યતા છે.
મહાવિતરણ દ્વારા મલ્ટી-યર રેટ ફિક્સિગં નિયમો મુજબ ત્રીજા વર્ષમાં નવેમ્બરના અંત સુધીમાં વીજદર સંદર્ભે ફેરફાર કરવા માટે અરજી કરવામાં આવી હતી. એ અનુસાર વીજ કંપની દ્વારા ડિફરન્સની માગણી કરવામાં આવતી હોય છે. આનું પુનરાવર્તન ૨૦૨૩ના નિકાલમાં આવી શકે છે. મહાવિતરણમાં વીજનું ગળતર ૧૪ ટકા થતું હોવાનું કહેવાય છે, પણ એ ગળતર ખરેખર ૩૦ ટકાથી પણ વધુ છે. આ વધારાનું ગળતર એટલે પંચે જ કરેલી વ્યાખ્યા અનુસાર વીજચોરી અને ભ્રષ્ટાચાર છે. આ ગળતર ખેતીપંપનો વીજવપરાશ ૧૫ ટકાને બદલે ૩૦ ટકા બતાવીને છુપાવવામાં આવે છે. દર વર્ષે ૧૫ ટકા એટલે આજના ભાવ મુજબ દર વર્ષે રૂ. ૧૩ હજાર કરોડની ચોરી કે પછી ભ્રષ્ટાચાર થતો હોવાનું કહેવાઇ રહ્યું છે. બીજી બાજુ ફ્યુઅલ એડજસ્ટમેન્ટ સાઈઝને બદલવાની પદ્ધતિને કારણે ૧૦થી ૧૮ ટકા પ્રતિ યુનિટ દરવધારો કરવામાં આવે એવી શક્યતા છે, એવો પ્રસ્તાવ મોકલવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી.
ઓછામાં ઓછા ૧૦ ટકા એટલે કે સરેરાશ ૭૫ પૈસા પ્રતિયુનિટ અથવા અત્યારના ફ્યુઅલ એડજસ્ટમેન્ટ સાઈઝની પદ્ધતિ પ્રમાણે અંદાજે ૧૮ ટકા એટલે કે સરેરાશ રૂ. ૧.૩૦ પ્રતિયુનિટ પ્રમાણ દરવધારો થઇ શકે એવી સંભાવના છે. આનાં દૂરગામી પરિણામો રાજ્યના તમામ ગ્રાહકોને પર પડશે. રાજ્યમાં તમામ વીજ ગ્રાહકોએ પ્રચંડ સંખ્યામાં પોતાના વાંધા અને સૂચન નોંધાવવાં, એવી અપીલ વીજ ગ્રાહક સંગઠનના પ્રતાપ હોગાડેએ કરી હતી.