વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ ઇલોન મસ્કે તાજેતરમાં જ ટ્વિટર ખરીદ્યું છે, હવે તેમની ટક્કર ટેક જાયન્ટ એપલ સાથે થઈ છે. મસ્ક દાવો કરે છે કે એપલ પ્લેટફોર્મ પર “ફ્રી સ્પીચ” વિરુદ્ધ છે. એપલ સાથે સંઘર્ષમાં ઉતર્યા બાદ ઈલોન મસ્કે એક ટ્વિટ કર્યું હતું, જેના કારણે ટેક વર્લ્ડમાં ભૂકંપ આવી ગયો હતો. મસ્કે એપ સ્ટોર પર પરવાનગીઓ અને કડક નિયંત્રણ માટે એપલની ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે iPhone નિર્માતાએ એપ સ્ટોરમાંથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ (ટ્વિટર) હટાવવાની પણ ધમકી આપી છે.
મસ્કે એપ સ્ટોર દ્વારા એપલની 30 ટકા ફી લેવાને અપ્રમાણિક ગણાવી છે. એપલ તેના એપ સ્ટોર પર ખરીદેલ તમામ ડિજિટલ સામગ્રીમાંથી 30 ટકા ફી લે છે. મસ્કે એ પણ જણાવ્યું હતું કે એપલે ટ્વિટરને તેના એપ સ્ટોર પરથી હટાવવાની ધમકી આપી છે, પરંતુ તેનું કારણ અમને જણાવ્યું નથી. મસ્કે એવો પણ દાવો કર્યો હતો કે એપલ કંપનીએ ટ્વિટર પર એડ (જાહેરાતો) આપવાનું બંધ કરી દીધું છે. ઉલ્લેખનીય છે કે Apple 2022 ના પ્રથમ ક્વાર્ટરમાં ટ્વિટર પર ટોચની જાહેરાતકર્તા કંપની હતી.
હાનિકારક અથવા અપમાનજનક સામગ્રીને મોડરેટ કરવા માટે Apple અને Google બંનેને તેમના એપ સ્ટોર્સ પર સામાજિક નેટવર્કિંગ સેવાઓની જરૂર છે. પોતાને ફ્રી સ્પીચના સમર્થક કહેવડાવતા ઇલોન મસ્કનું માનવું છે કે કાયદાનું પાલન કરીને તમામ પ્રકારની સામગ્રીને Twitter પર મંજૂરી આપવી જોઈએ.
Apple Vs Twitter: શું Twitter એપ સ્ટોરમાંથી દૂર કરવામાં આવશે?
RELATED ARTICLES