સમગ્ર ગુજરાતના બિલ્ડરો હાલ જંત્રીના નવા નિયમથી હલબલી ગયા છે. ત્યારે રાજકોટ ખાતે બાંધકામ, દસ્તાવેજ રેવન્યુ સાથે સંકળાયેલા વ્યાપારી સંગઠનો એક થઈ અને કલેક્ટરને જંત્રીનો વધારો પાછો ખેંચવા અને ફરી વિચારણા કરી નવેસરથી વ્યાજબી વધારો કરવા આવેદન આપવા માટે આજરોજ ભેગા થયા હતા.
રાજકોટ બિલ્ડર એસોસિએશનના હોદ્દેદારો તથા ગુજરાતના અગ્રણી બિલ્ડરો છઠ્ઠી ફેબ્રુઆરીએ મુખ્યપ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલને રૂબરૂ મળી જંત્રીના દરમાં કરેલ વધારા અંગે રજૂઆત કરેલ અને મુખ્યપ્રધાને યોગ્ય નિર્ણય કરવા ખાતરી આપી હતી. પરંતુ આજે ચાર દિવસ પછી પણ કોઈ સુધારા કે ફેરફાર જાહેર કરવામાં આવ્યા નથી.
બિલ્ડરોના જણાવ્યા પ્રમાણે ગુજરાત સરકાર દ્વારા જંત્રીમાં કરેલ ધરખમ વધારો ગુજરાતના વિકાસને અટકાવશે અને શહેરોની સાથે સાથે તાલુકાઓ ગામડાઓને પણ અસર કરશે. આથી રાજ્યના વિકાસ અને જનહીતમાં સરકાર દ્વારા જંત્રીના દરમાં જે વધારો થયો છે તે પ્રજાલક્ષી નથી. વિશાળ હિતમાં વ્યવહારિક દ્રષ્ટિ કોણ અપનાવી અને જંત્રીના દરને તર્કસંગત બનાવવા, વાસ્તવિક પરિસ્થિતિને અવલોકન કરીને સાયન્ટિફિક રીતે જંત્રી તૈયાર કરી ત્યારબાદ જંત્રીનો અમલ કરાવવામાં આવે તેવી બિલ્ડર એસોસિયેશનની રજૂઆત કલેકટર સુધી પહોંચાડી છે.
જંત્રી વધારાના વિરોધમાં રાજકોટ કલેકટર ઓફિસે બિલ્ડરોનો દેખાવ
RELATED ARTICLES