Homeવીકએન્ડએપર્ને-ભારતીય ભોજન માટે પહોંચ્યા શેમ્પ્ોઇનના જન્મસ્થળે...

એપર્ને-ભારતીય ભોજન માટે પહોંચ્યા શેમ્પ્ોઇનના જન્મસ્થળે…

અરાઉન્ડ ધ વર્લ્ડ -પ્રતીક્ષા થાનકી

શેમ્પ્ોઇન રિજનન્ો વાગોળવામાં વચ્ચે નવરાત્રી અન્ો દિવાળી આવી જાય તો પહેલાં ફરક નહોતો પડતો. ભૂતકાળમાં યુરોપના કોઈ ખૂણામાં દિવાળીના દિવસ્ો ઓટમની ઠંડકમાં માત્ર ભારતમાં ઘરે કરેલા ફોનકોલ્સમાંથી હૂંફ મળતી હતી. કોન્ો ખબર હતી કે એક દશકમાં દુનિયા એવી રીત્ો બદલાઈ જશે કે હવે નવરાત્રી અન્ો દિવાળીમાં જર્મનીમાં પણ ઇવેન્ટ કેલેન્ડર ફૂલ થઈ જશે. એક સમયે જ્યારે સ્ટુટગાર્ટથી લામ્પર્ટહાઇમ રિજનમાં મૂવ થયાં ત્યારે ગામમાં અમારા સિવાય કોઈ ભારતીય પરિવાર ન હતો. હવે માનહાઇમમાં ગુજરાતી સમાજની દિવાળી ઊજવાય ત્યારે ૨૦૦ની લિમિટ પછી વેઇટિંગ લિસ્ટ પણ બન્ો છે. એટલું જ નહીં, સ્ટુટગાર્ટમાં તો બ્ો-ત્રણ દુર્ગા પ્ાૂજા થાય છે અન્ો ક્યાં વધુ લોકો જાય છે ત્ોની છાની કોમ્પિટિશન પણ હોય છે. જે વર્ષે યુકેના પ્રાઇમ મિનિસ્ટર પણ ભારતીય મૂળના બની જાય પછી ભારતીય ઇન્લુઅન્સ દુનિયામાં ક્યાંય પણ જોવા મળે ત્ોની નવાઈ લાગવાની બંધ તો થઈ જ જાય. એટલું પ્ાૂરતું ન હોય ત્ોમ આ વર્ષે ફ્રેન્કફર્ટમાં તો બીજી બધી ઉજવણી વચ્ચે મોટી સંખ્યામાં લોકોના મેળા વચ્ચે રાવણદહન પણ થયું.
યુકે, યુએસ, કૅન્ોડા, ઓસ્ટ્રેલિયા, મોટાભાગના અંગ્રેજી બોલતા દેશોમાં એનઆરઆઈ પબ્લિક પહેલેથી જ લિટલ ઇન્ડિયા બનાવીન્ો બ્ોઠી છે. ત્યાં તો દરેક તહેવારની ઉજવણી ધૂમધામથી થાય છે અન્ો કોમ્યુનિટીનાં એક્ટિવ ઇવેન્ટ્સ યોજાય છે. ફ્રેન્કફર્ટમાં તો આ વર્ષે પોસ્ટ-કોવિડ ઉત્સાહમાં એટલી મોટી સંખ્યામાં ભારતીયો ભેગાં થયેલાં કે વેન્યૂ પર માણસો ભટકાતાં હતાં. જર્મનીમાં ભાષાની બ્ોરિયરના કારણે હજી પણ પ્રમાણમાં તો ભારતીયોની સંખ્યા ઓછી જ છે, પણ માનહાઇમ આસપાસ હવે ઇન્ડિયન સોશિયલ ઇવેન્ટ્સની મજા કરવા જરૂર મળી જાય છે. એટલું જ નહીં, હવે અહીં ફાફડા અન્ો જલેબી, બધી ભારતીય મીઠાઇઓ બનાવવા માટે કંદોઈ પણ મળી જાય છે.
શેમ્પ્ોઇન રિજનમાં પણ અમન્ો બ્ો-ત્રણ દિવસમાં ભારતીય ભાણું ખાવાની તલબ લાગી ગઈ હતી. ફ્રાન્સમાં ઇવોલ્વ્ડ પ્ોલેટનાં લોકો માટે જમવાના જલસા તો છે જ, બ્ોક્ડ ગુડ્સમાં તો અલગ જ મજા આવે, પણ અંત્ો ભારતીય મન જરા મસાલેદાર ખાવાનું માગ્ો ત્ોમાં કશું નવું નથી. લાઇટહાઉસથી રેઇમ્સ પાછાં જતાં પહેલાં શેમ્પ્ોઇનમાં ઇન્ડિયન રેસ્ટૉરાં શોધવાનું કામ ચાલુ થયું. લાઇટહાઉસના પાર્કિંગથી જ અમે રેસ્ટોરાં જોવાનું ચાલુ કર્યું. પ્ોરિસમાં તો ભારતના દરેક ખૂણાનું ફૂડ મળી જાય છે, પણ આ જરા દૂરના ખૂણાઓમાં તો અમન્ો જે બધે મળે છે ત્ોવું બ્રિટિશ-પંજાબી લેવરનું ફૂડ જ મળવાનું હતું. ત્ો પણ જરા મુશ્કેલીથી મળ્યું. અડધા કલાકની ડ્રાઇવ પર અમન્ો હીરા રેસ્ટૉરાં દેખાયું. અહીં જલસાથી દાલ મખની અન્ો પનીર ટિક્કા દબાવ્યાં. સાથે એ પણ યાદ કર્યું કે એક જમાનામાં દરેક જગ્યાના પ્રવાસમાં દિવસમાં એક વાર તો ઇન્ડિયન રેસ્ટૉરાં શોધવા નીકળવું પડતું હતું. જોકે, હવે એ મર્યાદા રહી નથી. ત્ોનો ફાયદો એ છે કે વિવિધ રિમોટ સ્થળો પર પણ જઈ શકાય છે.
ભલું થાય એ ઇન્ડિયન રેસ્ટૉરાંનું, ત્ોના કારણે અમન્ો એપર્ન્ો જેવા સુંદર શહેરમાં વધુ સમય વિતાવવા મળ્યો. ત્ોે અમારાં લિસ્ટ પર તો હતું જ. બધી તરફ દ્રાક્ષનાં ખેતરોથી ઘેરાયેલું આ શહેર જાણે એક પછી એક જોવાલાયક બિલ્ડિંગથી ઠસોઠસ ભરેલું હતું. શેમ્પ્ોઇનમાં ફરવા જાઓ તો રેઇમ્સ કે એપર્ન્ોમાંથી એક્ધો તમારું સ્ોન્ટ્રલ ડેસ્ટિન્ોશન બનાવો તો ચાલી જાય. અમે રેઇમ્સમાં તો રોકાયાં જ હતાં, ઇન્ડિયન રેસ્ટૉરાંના કારણે એપર્ન્ો પણ જોવા મળી ગયું. અહીં તો શેમ્પ્ોઇન એવન્યુ જ છે. ત્યાં શહેરનો પ્ોલેસ અન્ો જૂનવાણી વિલા જોઇન્ો ફ્રેન્ચ આર્કિટેક્ચરન્ો ત્યાં ઊભા રહીન્ો એડમાયર કરવું જ રહૃાું. એવન્યુ પર બંન્ો બાજુ પારંપરિક ફ્રેન્ચ ઇમારતોમાં ખ્યાતનામ શેમ્પ્ોઇન હાઉસિસની ઓફિસો છે. ત્યાં જ મોએટ અન્ો શોન્ડોનનાં હેડ ક્વોટર્સ પણ છે. કહેવાય છે કે એપર્ન્ોમાં વાઇન સ્ોલર્સની સંખ્યા એટલી મોટી છે કે અહીં ૧૦૦ કિલોમીટરથી પણ વધુ વિસ્તારનાં ભોંયરામાં વાઇન સ્ટોરેજ છે.
એક રીત્ો જોવા જાઓ તો એપર્ન્ોન્ો શેમ્પ્ોઇનનું કેપિટલ જ કહી શકાય. અહીં રેસ્ટૉરાંમાં જમ્યા પહેલાં અન્ો પછી જેટલું પણ જોયું ત્ો પછી નક્કી હતું જ કે શેમ્પ્ોઇન ટેસ્ટિંગ માટે અમે પાછાં અહીં જ આવીશું. ઘણી વાર કોઈ સ્થળ પર પહોંચીન્ો ત્યાં વિષે પહેલાં મળેલી ઇન્ફોર્મેશનની સમજ બદલાઈ જતી હોય છે. એપર્ન્ોમાં અમે જે રીત્ો મજા કરી રહૃાાં હતાં, અહીં અમેે આ જ ટ્રિપમાં પાછાં આવીશું તો શું કરીશું ત્ો ફિક્સ થઈ ગયું. ફરી આવ્યાં ત્યારે અમે મોએટની ટૂર લીધી. છેક ૧૭૪૩માં આ શેમ્પ્ોઇનની સ્થાપના આ જ શહેરમાં થઈ હતી અન્ો ત્ોના સ્થાપક ક્લાઉડ મોએટે જ્યારથી એપર્ન્ોથી પ્ોરિસ શેમ્પ્ોઇન એક્સપોર્ટ કરવાની ચાલુ કરી, દુનિયામાં સ્ોલિબ્રેટ કરવા માટે એક અનોખી ચીજ જોડાઈ ગઈ હતી. શેમ્પ્ોઇનન્ો લોકપ્રિય બનાવવામાં ન્ોપોલિયનનો પણ મોટો ફાળો રહૃાો છે. ન્ોપોલિયન ક્લાઉડ મોએટનો નાનપણનો મિત્ર હતા, અન્ો એક વાર શેમ્પ્ોઇન ચાખ્યા પછી ત્ો જ્યાં પણ જતો મોએટનાં ક્રેટ પોતાની સાથે રાખતો. ત્ોમાં આ શેમ્પ્ોઇન આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામી ગઈ. આજે તો લૂઈ વિટ્ટોં મોએટના માલિક છે.
એપર્ન્ોમાં શેટ્યુ પ્ોરિએમાં ટાઉન મ્યુઝિયમ પણ છે. અહીં નજીકમાં જ હોટવિલ્સ ગામમાં શેમ્પ્ોઇનના સર્જક ડોમ પ્ોરિન્યોનનું જન્મસ્થળ પણ છે. ત્યાં પણ એક નાનકડી ડ્રાઇવ કરવાનું લેખે લાગ્ો ત્ોમ હતું. ત્ો દિવસ્ો ઇન્ડિયન ફૂડ પહેલાં પણ શેમ્પ્ોઇન જ પસંદ કરી. એપર્ન્ોમાં ફ્રેન્ચ કલ્ચર સુધી પહોંચવાનું કારણ તો આપણું ફૂડ જ હતું. હજી રેઇમ્સન્ો સારી રીત્ો જોવાનું તો બાકી જ હતું.

RELATED ARTICLES

Most Popular