બોલીવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા અને તેનો પતિ વિરાટ કોહલી તેમની પ્રોફેશનલ લાઊફની સાથે પર્સનલ લાઈફને લઈને ચર્ચાનું કારણ બની રહ્યા છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર અનુષ્કાએ એક તસવીર પોસ્ટ કરી છે, જેમાં તે વિરાટ સાથે કિચનમાં નજરે ચડી રહી છે. અનુષ્કાની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. બંનેની આ તસવીર ચાહકોને બેહદ પસંદ આવી રહી છે ત્યારે કેટલાક યુઝર્સ આ ફોટોને જોઈને કિચન સાફ ન હોવાથી નાખુશ છે. એક યુઝરે લખ્યું હતું કે, તમારું કિચન આટલું ગંદુ કેમ છે. રસોડે મેં કૌન થા? અનુષ્કા અને વિરાટની આ તસવીર હાલમાં ચર્ચાનું કેન્દ્ર બની છે અને લોકો આ તસવીર પર જાત જાતની કમેન્ટ કરી રહ્યા છે.
વિરાટ અનુષ્કાએ શેર કર્યો કિચન ફોટો તો યુઝર્સ બોલ્યા રસોડે મેં કોન થા?
RELATED ARTICLES