Homeફિલ્મી ફંડાUrfi Javed નો ટોપલેસ વીડિયો જોઈને ભડક્યો 'અનુપમા'નો વનરાજ

Urfi Javed નો ટોપલેસ વીડિયો જોઈને ભડક્યો ‘અનુપમા’નો વનરાજ

સોશિયલ મીડિયા પર ઉર્ફી જાવેદ તેના બોલ્ડ અને યૂનિક આઉટફિટ્સને લઈને અવારનવાર લાઈમલાઈટમાં રહેતી હોય છે. ઘણી વાર તે ટ્રોલ પણ થતી હોય છે. યુઝર્સ નહીં પરંતુ ઘણા સેલેબ્રિટિઝ પર તેમના બોલ્ડ લૂક્સને લઈને નારાજગી વ્યક્ત કરી ચૂક્યા છે. તાજેતરમાં અનુપમા સિરિયલમાં વનરાજનું પાત્ર ભજવતા સુધાંશુ પાંડેએ ઉર્ફી જાવેદના ટોપલેસ વીડિયો પર આકરી પ્રતિક્રિયા આપી હતી.

 

View this post on Instagram

 

A post shared by Uorfi (@urf7i)


સુધાશુંએ ઉર્ફીના ટોપલેસ વીડિયોને પોતાની ઈન્સ્ટા સ્ટોરી પર શેર કરીને કહ્યું હતું કે, ઉર્ફીને ફોલો નથી કરતો, પરંતુ સોશિયલ મીડિયા પર આ ભયાનક દૃષ્યો રોજ જોવા પડે છે. સુધાંશુએ ઉર્ફીના લૂકને પ્રોત્સાહન આપનારા લોકો પ્રત્યે પણ નારાજગી વ્યક્ત કરી હતી.


ઉર્ફીએ સુધાંશુની પ્રતિક્રિયાનો જવાબ તેની ઈન્સ્ટા સ્ટોરી પર નાંખીને જણાવ્યું હતું કે, અનુપમા શો મહિલા સશક્તિકરણ વિશે છે, જ્યાં મહિલાઓ માટે સમાજ દ્વારા નિર્ધારિત માનદંડોને તોડી રહી છે. તમે પોતાનો જ શો શા માટે નથી જોતા.

RELATED ARTICLES

Most Popular