Homeદેશ વિદેશકહા તુમ ચલે ગયેઃ નીતેશના ઘરે પહોંચેલી રૂપાલીના આંસુ રોકાતા નથી

કહા તુમ ચલે ગયેઃ નીતેશના ઘરે પહોંચેલી રૂપાલીના આંસુ રોકાતા નથી

ફિલ્મ અને ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીએ બુધવારે બે સારા અભિનેતા-અભિનેત્રીને ગુમાવ્યા છે. નીતેશ પાંડે અને વૈભવી ઉપાધ્યાયના મૃત્યુના સમાચારે તેમના ચાહકવર્ગ સાથે ઈન્ડસ્ટ્રીમાં તેમના સાથી રહી ચૂકેલા તમામને સ્તબ્ધ કરી નાખ્યા હતા. અનુપમા સિરિયલથી ઘરે ઘરે જાણીતી થયેલી રૂપાલી ગાંગુલી માટે લગભગ આ વધારે કપરો સમય હશે કારણ કે મૃત્યુ પામેલા બન્ને કલાકારો સાથે તે કામ ચૂકી છે.

વૈભવી ઉપાધ્યાયે સારાબાઈ વર્સિસ સારાભાઈમાં જાસ્મીનનું પાત્ર ભજવ્યું હતું, જેમાં રૂપાલી મોનીશાના પાત્ર તરીકે જોવા મળી હતી જ્યારે અનુપમામાં ધીરજ રૂપાલીની મિત્ર દેવીકાના પતિ ધીરજ કપૂરના પાત્રમાં જોવા મળ્યો હતો. જોકે બન્ને સારા મિત્ર હતા અને એકબીજા સાથે જોડાયેલા હતા.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

સ્વાભાવિક છે કે ગત રાત્રે અભિનેત્રી નિતેશના ઘરે પહોંચી હતી, જ્યાં તે રડતી જોવા મળી હતી. આ સાથે ઘરની બહાર નીકળ્યા બાદ પણ તેની આંખમાંથી આંસુ રોકાતા નથી. આ વીડિયોમાં રૂપાલી નિતેશ સાથે ઘરની બહાર નીકળતી જોવા મળી રહી છે. આ દરમિયાન તે ભીની આંખો સાથે પોતાની કાર તરફ દોડતી જોઈ શકાય છે. રૂપાલી કારમાં બેઠી કે તરત જ તે પોતાના આંસુ રોકી ન શકી અને જોરથી રડવા લાગી. વીડિયોમાં અભિનેત્રીએ પોતાનો ચહેરો ઢાંકી દીધો છે અને દુપટ્ટા વડે પોતાના આંસુઓને રોકવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ તેની આંખોમાં પીડા સ્પષ્ટ દેખાઈ રહી હતી.

રૂપાલીએ નિતેશના મૃત્યુના સમાચાર બાદ શોક વ્યક્ત કરતા જણાવ્યું હતું કે કે નિતેશ એ લોકોમાંથી એક હતો જેણે હંમેશા મને સપોર્ટ કર્યો હતો. રૂપાલીએ કહ્યું, ‘તે મારો ખૂબ સારો મિત્ર હતો. ડેલનાઝ અને સારાભાઈ સિવાય, જ્યારે મેં અભિનયમાંથી બ્રેક લીધો ત્યારે હું તેની સાથે વાત કરતી હતી.

નિતેશ પાંડેનું કાર્ડિયાક અરેસ્ટને કારણે નિધન થયું છે. તેનો મૃતદેહ નાશિકની એક હોટલમાંથી મળી આવ્યો હતો. અહેવાલો અનુસાર, નીતેશ બુધવારે રાત્રે નાશિક નજીક ઇગતપુરી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં મોતનું કારણ હાર્ટ એટેક જણાવવામાં આવ્યું છે. હાલ પોલીસ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે. હોટેલના લોકોની પૂછપરછ કરવામાં આવી છે. નીતેશ સારો લેખક પણ હતો ને ઘણીવાર શાંતિપૂર્ણ વાતાવરણમાં લખવા માટે અહીં આવતો હોવાનું પણ જાણવા મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -