નવી દિલ્હીઃ આ વર્ષની સૌથી જાણીતી હિન્દી ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ને વિકૃત અને વલ્ગર પ્રોપેગંડા (અભદ્ર પ્રચાર) જણાવીને નદવ લેપિડની મુશ્કેલીમાં વધારો થયો છે. કાશ્મીર ફાઈલ્સના લીડ રોલ કરનાર અભિનેતા અનુપમ ખૈરે લેપિડને માનસિક બીમાર ગણાવ્યો હતો. એટલું જ નહીં, અનુપમ ખૈરે કહ્યું હતું કે તેને દરેક પ્લેટફોર્મ પર જુત્તા ખાવાની આદત પડી ગઈ છે અને દરેક જગ્યાએ પણ જુત્તા ખાવા પડશે.
આ વર્ષની સૌથી લોકપ્રિય હિન્દી ફિલ્મ ધ કાશ્મીર ફિલ્મ પર હજુ પણ વિવાદ અટકવાનું નામ લેતો નથી. આ ફિલ્મને વલ્ગર પ્રોપેગંડા ગણાવીને ફરી વિવાદનો મધપુડો છંછેડાયો છે આ મુદ્દે જાણીતા અભિનેતા અનુપમ ખૈરે નદવ લેપિડના નિવેદનને શરમજનક ગણાવ્યું હતું અને કહ્યું હતું કે તેને જુત્તા ખાવાની આદત છે.
ધ કાશ્મીર ફાઈલ્સ હિન્દી ફિલ્મમાં કાશ્મીરી પંડિતો પર કરવામાં આવેલા અત્યાચારોને રજૂ કરવામાં આવ્યા હતા, જે ફિલ્મ બોક્સ ઓફિસ પર સૌથી વધુ લોકપ્રિય બની હતી. એટલું જ નહીં, ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (આઈએફએફઆઈ)માં આ ફિલ્મની પસંદગી ગોલ્ડન પીકોક એવોર્ડની કેટેગરીમાં કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે IFFIના જ્યુરી ચીફ અને ઇઝરાયલના ફિલ્મ નિર્માતા નદવ લેપિડે ફિલ્મ ફેસ્ટિવલના સમાપન સમારોહમાં ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ને વિકૃત અને પ્રોપગંડા ફિલ્મ ગણાવી હતી.
‘ધ કાશ્મીર ફાઇલ્સ’ના અભિનેતાએ જ લેપિડને આડે હાથે લીધા
RELATED ARTICLES