બોલિવૂડના દિગ્ગજ કલાકાર અનુપમ ખેરે પોતાની શાનદાર એક્ટિંગથી દર્શકોના દિલમાં એક ખાસ જગ્યા બનાવી છે. પોતાની અભિનય કારકિર્દીમાં 500 થી વધુ ફિલ્મોમાં કામ કરી ચૂકેલા અભિનેતા 7 માર્ચ, 2023ના રોજ તેમનો 68મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. પોતાના 68માં જન્મદિવસ પર તેમણે એક વીડિયો શેર કરીને પોતાને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. આ સાથે તેમણે લોકોને એક ખાસ સંદેશ પણ આપ્યો છે. અનુપમ ખેર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને પોતાના ફેન્સ સાથે જોડાયેલા રહેવા માટે વીડિયો અને ફોટોની સાથે કેટલાક મેસેજ શેર કરતા રહે છે. આ દરમિયાન તેણે પોતાનો વીડિયો શેર કર્યો છે જેમાં તેઓ સ્વિમિંગ શીખતા જોવા મળી રહ્યા છે. વીડિયોના કેપ્શનમાં તેમણે લખ્યું છે કે, ‘મને જન્મદિવસની શુભકામનાઓ, હું દરેક આવતા વર્ષમાં કંઈક નવું કરવા માંગુ છું. હું નવી ક્ષિતિજો શોધવાની કોશિશ કરીશ, કારણ કે હું જાણું છું કે કંઇ પણ થઇ શકે છે. મને તરવાનું બિલ્કુલ નથી આવડતું. પણ મેં કોશિશ ચાલુ કરી દીધી છે. મને જોઇને કદાચ તમને પણ કંઇ નવું કરવાની પ્રેરણા જાગે!
View this post on Instagram
જોકે, હાલમાં તેઓ સોફ્ટ ફિલ્મો પર કામ કરી રહ્યા છે. હાલમાં જ મફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ રીલિઝ થઈ હતી, જેમાં કાશ્મીરી પંડિતોની પીડા બતાવવામાં આવી હતી. અભિનેતાએ તેમાં પુષ્કરનાથ પંડિત (જે કાશ્મીરી પંડિત હતા)નું પાત્ર ભજવ્યું હતું. તાજેતરમાં તેની ‘શિવ શાસ્ત્રી બાલ્બોઆ’ રિલીઝ થઈ હતી.
આપણે આ દિગ્ગજ કલાકારને તેમના જન્મ દિવસની શુભેચ્છા આપીએ.