પાંચ વર્ષ ચાલેલા સમારકામ બાદ અનુપમ બ્રિજ અમદવાદની જનતા માટે ખુલ્લો મુકાયો, જુઓ અદભુત ડ્રોન વ્યુ

આપણું ગુજરાત

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં કાંકરિયા પાસે આવેલા અનુપમ રેલ્વે ઓવર બ્રિજનો એક ભાગ 5 વર્ષ પહેલા તૂટી પડ્યો હતો. ત્યારથી આ બ્રીજ અવરજવર માટે બંધ કરવામાં આવ્યો હતો. 5 વર્ષે રિનોવેશન બાદ બ્રિજનું સમારકામ પૂર્ણ થતાં મંગળવારે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા બ્રિજ જનતા માટે ખુલો મુકવામાં આવ્યો છે.
પાંચ વર્ષ પહેલા રેલવે બ્રિજનો એક ભાગ તૂટી પડતાં બ્રીજ બંધ કરી દેવાયો હતો. ત્યાર બાદ બ્રિજનું સમારકામ કરવાનો નિર્ણય લેવાયો હતો. છેલ્લા 5 વર્ષથી બ્રિજનું કામ ધીમી ગતિએ ચાલતું હોવાથી સ્થાનિક લોકોના સમય અને ઇંધણનો વ્યય થતો હતો. ટ્રાફિક જામની સમસ્યા વધી હતી અને લોકોને કલાકો સુધી ટ્રાફિકમાં અટવાયેલા રહેવું પડતું હતું. બ્રિજ બંધ હોવાને લીધે મણિનગર વિસ્તારમાં પણ ટ્રાફિકનું ભારણ વધ્યું હતું. હવે બ્રિજ શરૂ થતા લોકોને ટ્રાફિકની સમસ્યાથી મુક્તિ મળશે.

YouTube player

રૂ.41 કરોડના ખર્ચે 4 લેનનો નવો બ્રિજ બનાવવામાં આવ્યો છે. એક અંદાજ મુજબ આ બ્રિજ પરથી દરરોજ અંદાજે 3 લાખ જેટલા વાહનો પસાર થશે. આ બ્રિજ શરૂ થઈ જતા હવે કાંકરિયાથી ખોખરા, હાટકેશ્વર અને સીટીએમ તરફ જવા માટે 4 કિલોમીટર ફરીને જવું પડશે નહીં. પશ્ચિમ રેલવેનો આ સૌથી મોટો ઓપનવેવ ગર્ડર બ્રિજ છે. જેની લંબાઈ 92 મીટર છે ને વજન 1045 મેટ્રિક ટન છે. જેનું મેન્યુફેક્ચરિંગ દિલ્હીના ફરિદાબાદમાં કરીને અમદાવાદ લાવીને ફિંટિંગ કરવામાં આવ્યું છે. રેલવે ટ્રેક પર બનેલા આ ગર્ડર બ્રિજને ટ્રેનોના સંચાલનમાં ખલેલ પહોંચાડ્યા વગર બનાવવામાં આવ્યો છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.