મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી આજે તેમની લાંબા સમયની ગર્લફ્રેન્ડ રાધિકા મર્ચન્ટ સાથે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. વીરેન મર્ચન્ટની પુત્રી રાધિકા મર્ચન્ટે વર્ષો પહેલા મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીને પોતાનું દિલ આપી ચૂકી છે. આજે આ કપલ હંમેશા માટે એકબીજાનો હાથ પકડવા અને જીવનભરનો સાથ નિભાવવા ઉત્સુક છે. સ્વાભાવિક છે કે આવી હાઇ પ્રોફાઇલ લગ્નોત્સવની વિગતો જાણવા ચાહકો પણ ઉત્સુક જ હોય.
અનંત અને રાધિકાની 19 ડિસેમ્બર 2022ના રોજ રાજસ્થાનના શ્રીનાથજી મંદિરમાં સગાઇની વિધિ કરવામાં આવી હતી. હવે અંબાણી પરિવાર તેમના નાના પુત્રના લગ્નના સમાચાર જાણવા ચાહકો આતુર છે. તો જાણી લો કે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નોત્સવઓ આરંભ બીજે ક્યાંય નહીં પરંતુ તેમના ઘરેથી જ થવાનો છે. હા, મુકેશ અંબાણીનું ઘર કોઈ 5 સ્ટાર હોટલથી ઓછું નથી અને મુકેશ અંબાણીએ પોતાના ઘરને ખૂબ જ સુંદર રીતે સજાવ્યું છે. એન્ટિલિયાની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે.
મંગળવારે એન્ટિલિયામાં રાધિકાના મહેંદી ફંક્શનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ ફંક્શનની તસવીરો અને વીડિયો ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યા હતા. મહેંદી સેરેમનીમાં રાધિકા મર્ચન્ટે પણ સુંદર ડાન્સ કર્યો હતો. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થયો હતો. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે અને નાની વહુને ઘરે લાવવાનો ઉત્સાહ અંબાણી પરિવારના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહ્યો છે.
આજની સાંજ રહેશે બેહદ રંગીન, અંબાણીના ઘરે થશે લગ્નોત્સવની શરૂઆત
RELATED ARTICLES