ભારતીય ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરની રોનક તો આજે લોકોની આંખોને આંઝી નાખે એવી છે, પણ શું તમને ખબર છે કે એન્ટાલિયાનું વીજળીનું બિલ કેટલું આવે છે? બિલનો આંકડો સાંભળીને તમારી આંખો પહોળી થઈ જશે અને મોઢું ખુલ્લું જ રહી જશે. મહેનતથી કમાઈને ખાનાર એક સર્વસામાન્ય નાગરિક તેની આખા જિંદગમાં જેટલાનું ઈલેક્ટ્રિસિટી બિલ નથી ભરતો એટલું બિલ મુકેશ અંબાણી દર મહિને એન્ટાલિયા માટે ચૂકવે છે. 27 માળની આ ઈમારતનું એક મહિનાનું બિલ આવે છે 70 લાખ રુપિયા…
એક રિપોર્ટ પ્રમાણે મુકેશ અંબાણીના આ આલિશાન ઘરમાં એક મહિનામાં આશરે 6,37,240 યુનિટ વીજળી વપરાય છે અને એટલે જ તેમને દર મહિને આશરે 70 લાખ રુપિયાનું વીજળીનું બિલ આવે છે. એવું કહેવાય છે કે એન્ટાલિયાનું પાર્કિંગ પ્લોટ પણ ફૂલી એરકંડિશન્ડ છે.
ફોર્બ્સની અબજોપતિની યાદીમાં ઉદ્યોગપતિ ગૌતમ અદાણી ભારતના નંબર વન ધનાઢ્ય છે, જ્યારે આ યાદીમાં મુકેશ અંબાણીનો નંબર બીજો છે. દુનિયાના ટોપ ટેન રિચેસ્ટ મેનની વાત કરીએ તો આ યાદીમાં મુકેશ અંબાણી આઠમા નંબર પર છે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેઅરમેન મુકેશ અંબાણીની કુલ સંપતિ 94 અબજ ડોલરની છે અને તેમને એકથી એક ચઢિયાતી મોંઘી મોંઘી વસ્તુઓનો શોખ છે. એન્ટાલિયામાં તેમાંથી જ એક છે. દુનિયાભરમાં એન્ટાલિયા ખૂબ જ ફેમસ છે.