ગૂંડે અર્જુન કપૂરની બહેન અંશૂલા કપૂર ખૂબ જ પ્રખ્યાત સ્ટાર કિડ્સમાંથી એક છે અને તે અવારનવાર પોતાના લૂક્સને કારણે ચર્ચામાં રહે છે. હાલમાં જ તેણે પોતાના જોરદાર ટ્રાન્સફોર્મેશનથી લોકોને આશ્ચર્યચકિત કરી નાખ્યા હતા. પરંતુ હાલમાં અંશૂલા ચર્ચામાં આવી છે તેની લવ લાઈફને કારણે.
હાલમાં જ અંશૂલાએ સોશિયલ મીડિયા પર પોતાની લવલાઈફને એક્સેપ્ટ કરતો એક ફોટો પોસ્ટ કર્યો છે. અંશૂલાએ બોયફ્રેન્ડ રોહન ઠક્કર સાથે તેના સંબંધોને સત્તાવાર જાહેર કર્યા છે. થોડા સમય પહેલાં તેણે રોહન સાથે બિકીનીમાં એક કોઝી તસવીર શેર કરી હતી.
અંશૂલા કપૂરે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ એક ફોટો શેર કર્યો છે, જે ઈન્ટરનેટ પર ખૂબ જ ઝડપથી વાઈરલ થઈ રહ્યા છે. અંશૂલા બિકીની પહેરીને રોહન સાથે સમુદ્રની વચ્ચે રોમેન્ટિક પોઝ આપી રહી છે. આ તસવીરમાં બંને એકબીજાને પ્રેમથી જોતા જોવા મળે છે. સાથે જ અંશૂલા પણ ઘણી ખુશ દેખાઈ રહી છે. આ સુંદર ફોટો શેર કરતા અંશુલાએ કેપ્શનમાં લખ્યું, ‘366 એટલે એક વર્ષ.’ આ સાથે અભિનેત્રીએ કેપ્શનમાં વ્હાઇટ હાર્ટ ઇમોજી પણ બનાવ્યું છે.
બીજી તરફ અંશુલાની આ તસવીર પર તેના ફેન્સ જ નહીં પરંતુ બોલિવૂડ સેલેબ્સ પણ ખૂબ પ્રેમ વરસાવી રહ્યા છે. તસવીર પર કોમેન્ટ કરતાં રિયા કપૂરે લખ્યું, ‘ક્યુટીઝ’. આ સિવાય જાહ્નવી કપૂરે અંશૂલાના આ ફોટો પર કમેન્ટ કરી છે. આ સિવાય એક યુઝરે કોમેન્ટ સેક્શનમાં લખ્યું કે, ‘હેપ્પી એનિવર્સરી.’ જ્યારે બીજાએ લખ્યું, ‘લવલી ફોટો’. અંશુલાની આ તસવીર પર થોડા જ સમયમાં હજારો લાઈક્સ અને કોમેન્ટ આવી ચૂકી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અંશૂલા બોની કપૂર અને તેમની પહેલી પત્ની શૌરી કપૂરની દીકરી છે. જે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. આ પહેલા અંશૂલાએ બોડીસૂટમાં તેની આ તસવીરો શેર કરી હતી. જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી…