અમેરિકામના વધુ એક મૂળ ગુજરાતીની ગોળી મારી હત્યાનો બનાવ બન્યો છે. અમેરિકાના વર્જીનિયા રાજ્યના ન્યૂપોર્ટ ન્યૂઝમાં સ્ટોર ચાલવતા મુળ આણંદના વતનીની ગોળી ધરબીને હત્યા થતા આણંદમાં રહેતા તેમનો પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે. ઘટનાને લઈ મૃતકના પરિવારજનો અમેરિકા જવા રવાના થયા છે.
મળતી માહિતી મુજબ આણંદ જિલ્લાના સોજીત્રાના વતની ૫૨ વર્ષીય પ્રેયસ પટેલ છેલ્લા કેટલાક સમયથી અમેરિકામાં સ્થાયી થયા હતા. અમેરિકાના વર્જીનિયા રાજ્યના ન્યૂપોર્ટ ન્યૂઝમાં 7 ઇલેવન નામનો કન્વીનિયન્સ સ્ટોર ધરાવતા હતા. બુધવારની રાતે તેઓ એક કર્મચારી સાથે સ્ટોરમાં કામ કરી રહ્યા હતા ત્યારે એક અશ્વેત સખ્શ સ્ટોરમાં લૂંટના ઈરાદે ઘુસી ગયો હતો. લુંટારા એ બંધુકની અણીએ લુંટ ચલાવાની કોશિષ કરી હતી આ દરમિયાન લુંટારાએ ગોળીબાર કર્યો કયો હતો. જેમાં સ્ટોરમાં હાજર બંનેના મોત નીપજ્યા હતા.
સ્થાનિક પોલીસ વડાએ જાણકારી આપતા કહ્યું હતું કે, પોલીસ જ્યારે ઘટના સ્થળે પહોંચી, ત્યારે લૂંટારૂએ બે લોકોને ગોળી મારી હતી. જેમાં ઇજાગ્રસ્તોનું ઘટનાસ્થળ પર મૃત્યુ થયું હોવાનું ડોક્ટર દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું. બાદમાં તેમની ઓળખ યોર્કટાઉનના ૫૨ વર્ષીય પ્રેયસ પટેલ અને ન્યૂપોર્ટ ન્યૂઝના ૩૫ વર્ષીય લોગન એડવર્ડ થોમસ હોવાનું ખૂલ્યું હતું. હત્યારાને ઝડપી પાડવા પોલીસે તાજવીજ હાથ ધરી છે.
અમેરિકામાં છેલ્લા કેટલાક સમયથી ગુજરાતી યુવાનોની લૂંટના ઇરાદે હત્યા કરાતી હોવાના બનાવો બનતાં રહે છે. મુળ આણંદ જીલ્લાના સોજિત્રાના વતની પ્રેયસ પટેલ છેલ્લા કેટલાક વર્ષોથી અમેરિકામાં સ્થાયી થયાં હતાં. આ ઘટનાની જાણ થતાં આણંદ ખાતે રહેતા તેમના પરિવારજનો અને ચરોતર વિસ્તારમાં શોક છવાઈ ગયો છે.મૃતકના નાનાભાઇ અને વિદ્યાનગર ભાજપ શહેર પ્રમુખ તેજસ પટેલ સહિતના કેટલાક પરિવારજનો અમેરિકા જવા રવાના થયાં છે.

Indian working in store should keep gun for self protection. t is MUST.