વિદેશમાં રહેતા ભારતીયોની હત્યા અને લૂંટફાંટની ઘટના વધી ગઈ હોય તેમ જણાઈ રહ્યું છે. રાજકોટના સિંધી વેપારીની દક્ષિણ આફ્રિકામાં હત્યા કરવામાં આવી હતી. હબસી લૂંટારુઓ દ્વારા રૂ. 70 લાખની લૂંટ ચલાવી હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.
સુત્રોના જણાવ્યા મુજબ મૂળ રાજકોટના અને છેલ્લા પાંચ વર્ષથી સાઉથ આફ્રિકાના મડાગાસ્કર ટાપુ ખાતે સ્થાયી થયેલા અને જથ્થાબંધ અનાજ-ખાંડનો વેપાર કરતા હરેશ નેભાણી (ઉં.વ.35) શનિવારે પોતાના પિતરાઈ ભાઈ સાગર નેભાણી (ઉં.વ.30) સાથે કારમાં ઘર તરફ જવા નિકળ્યા હતા. ત્યારે રસ્તામાં બે બાઈક સવાર હબસી દ્વારા લૂંટના ઈરાદે કાર આંતરી હરેશ પર ફાયરિંગ કરી કારમાંથી રૂ. 75 લાખની રોકડ અને લેપટોપની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. આ ઘટનામાં પિતરાઈભાઈ સાગરનો ચમત્કારિક બચાવ થયો હતો. આ ઘટનાની જાણ થતા મૃતકના પિતા રાતોરાત આફ્રિકા પહોંચી ગયા હતા અને આફ્રિકામાં જ પુત્રની અંતિમવિધી કરવાની ફરજ પડી હતી. મૃતકના પરિવાર વિશે ખાસ માહિતી મળી શકી નથી.