ગુજરાતને કેજરીવાલની વધુ એક ગેરંટી, ‘મહિલાઓને દર મહિને એક હજાર રુપિયાની આર્થીક સહાય’

આપણું ગુજરાત ટૉપ ન્યૂઝ

Ahmedabad: દિલ્હીના મુખ્યપ્રધાન અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે છે. વર્ષને અંતે યોજાનાર ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને તેમને ગુજરાતને વધુ એક ગેરંટી આપી છે તેમને કહ્યું કે જો ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો દર મહીને 18 વર્ષથી વધુ વયની દરેક સ્ત્રીના ખાતામાં 1000 રૂપિયા જમા કરાવીશું અને 1લી માર્ચથી દરેક ઘરને 300 યુનિટ વીજળી ફ્રી આપીશું.
અરવિંદ કેજરીવાલે સવારે અમદાવાદમાં ઓટો ડ્રાઈવર સાથે ટાઉનહોલ સંવાદ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. ઓટો રિક્ષા ચાલકો સાથેની વાતચીત દરમિયાન એક ઓટો રિક્ષા ચાલકે અરવિંદ કેજરીવાલને તેમના ઘરે જમવા આમંત્રણ આપ્યું હતું અને કહ્યું કે તમે પંજાબમાં એક ઓટો ડ્રાઈવરના કહેવા પર તેમના ઘરે જમવા ગયા હતા. મેં આ વીડિયો સોશિયલ મીડિયા પર જોયો. તમે મારી સાથે જમવા આવશો? કેજરીવાલે કહ્યું- હા, આજે સાંજે આવીએ.

“>

ગુજરાતની ભાજપ સરકાર પર નિશાન સાધતા તેમણે કહ્યું કે ગુજરાતમાં AAP સરકાર બનાવો, ઉત્તમ અને મફત સારવાર આપીશું. એમના(નેતાઓ) ઘરમાં કોઈ બીમાર પડે તો લંડન અમેરિકા જઈને સારવાર કરાવે છે અને અમે ગરીબોની સરકારી દવાખાનામાં મફત સારવાર કરાવીએ તો મફત રેવાડીનો આક્ષેપ કરે છે. મોંઘવારીથી બધા પરેશાન છે, સારવાર મફત થાય, વીજળી મફત મળે તો લોકોને રાહત થશે. દિલ્હી પંજાબમાં વીજળી મફત છે. ગુજરાતમાં AAPની સરકાર બનાવો, 1લી માર્ચથી મફત વીજળી મળશે. મંત્રીઓને ચાર હજાર યુનિટ વીજળી ફ્રી મળે છે. જનતાને 300 યુનિટ વીજળી ફ્રી આપવી પડે તો તેમને મરચું લાગે છે. આ તો અન્યાય છે. 18 વર્ષથી ઉપરની મહિલાને મહિને 1000 રૂપિયાની આર્થિક સહાય મળશે, જો ઘરમાં 3 દીકરીઓ હોય તો દર મહિને 3000 રૂપિયા આપવામાં આવશે. પણ ઘણા ભાઈઓ રાહ બેઠા હોય છે, બહેનના 1000 રૂપિયામાંથી દારૂ ન પીતા.
તેમણે વધુમાં જણાવ્યુ કે, ‘દિલ્હીમાં જેટલા પણ રીક્ષા ચાલકો છે એમને પૂછો તો કહેશે કે; અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીની સરકારમાં મારો દીકરો મંત્રીઓના દીકરા ભણે એવી શાળામાં ભણે છે, એનો મને ગર્વ છે.દિલ્હીમાં ઓટો ચાલકોને કલમ 188માંથી મુક્તિ અપાવી,ગુજરાતમાં પણ કલમ 188માંથી મુક્તિ મળશે. તમારે RTO જવાની જરૂર નહીં પડે. અધિકારી તમારી પાસે આવીને તમામ કામ કરશે. પરંતુ AAPની સરકાર બનાવવી પડશે. ઓટો ચાલકો 2 મહિના સુધી AAP માટે કામ કરે’
અમદાવાદમાં ઓટો ચાલકો સાથેની વાતચીતમાં અરવિંદ કેજરીવાલે કહ્યું કે ભાજપ એક શક્તિશાળી પાર્ટી છે, તેણે આખા દેશને ડરાવી રાખ્યો. ખાસ કરીને મીડિયાના લોકોને. અમારી સાથે જનતા છે, બધા લોકો ફોન કાઢીને મારું ભાષણ રેકોર્ડ કરીને વોટ્સએપ પર મોકલે.27 વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન છે. શું ભાજપના કોઈ મુખ્યપ્રધાને ક્યારેય તમારી સાથે રૂબરૂ વાત કરી છે કે ઓટો ડ્રાઈવરના ઘરે ભોજન લીધું છે? દિલ્હીમાં, અમારી સરકારે કોરોના લોકડાઉન દરમિયાન 1.5 લાખ ઓટો ચાલકોના બેંક ખાતામાં બે વાર 5 હજાર રૂપિયા મોકલ્યા.
આજે 12 સપ્ટેમ્બરના રોજ અરવિંદ કેજરીવાલ સવારે અમદાવાદ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા યોજાયેલા ઓટો ડ્રાઈવર માટેના ટાઉનહોલ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. ત્યારબાદ અમદાવાદ ખાતે ટ્રેડર્સ માટેના ટાઉનહોલ કાર્યક્રમમાં ભાગ લેશે અને સાંજે 4 વાગ્યે અમદાવાદ ખાતે જ એડવોકેટ માટેના ટાઉનહોલ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. અરવિંદ કેજરીવાલ 13 સપ્ટેમ્બરની સવારે, એટલે મંગળવારે નેતાઓ અને કાર્યકરો સાથે ચર્ચા કરશે અને કેટલા લોકો આમ આદમી પાર્ટીમાં જોડાશે. બપોરે 12 વાગે અમદાવાદ ખાતે વધુ એક ગેરંટીની ઘોષણા કરશે. ગેરંટી ઘોષણા બાદ અરવિંદ કેજરીવાલ સાંજે 4 વાગે સફાઈ કર્મચારીઓ માટેના ટાઉનહોલ કાર્યક્રમમાં ભાગ લેશે. ટાઉનહોલ કાર્યક્રમના સમાપન બાદ અરવિંદ કેજરીવાલ સાંજે દિલ્હી જવા રવાના થશે.

1 thought on “ગુજરાતને કેજરીવાલની વધુ એક ગેરંટી, ‘મહિલાઓને દર મહિને એક હજાર રુપિયાની આર્થીક સહાય’

  1. શું કેજરીવાલ એ જણાવશે કે આ બધા માટે પૈસા ક્યાંથી આવશે? શુ કેજરીવાલ એ વાત જણાવશે કે દિલ્હીમાં જે કામ ગણવો છો એમાંથી એક પણ કામ નથી થયું
    ગુજરાતમાંથી દારૂબંધી હટાવીલો તમને બીજા કોઈ વચન આપવાની જરૂર નહીં પડે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.