Homeફિલ્મી ફંડાટીવી જગતમાં વધુ એક છૂટાછેડા

ટીવી જગતમાં વધુ એક છૂટાછેડા

ટીવી જગતમાં વધુ એક કપલ છૂટું પડ્યું છે. ‘ભાભીજી ઘર પર હૈ’ની અંગૂરી ભાભી ઉર્ફે શુભાંગી અત્રેએ લગ્નના 19 વર્ષ બાદ પતિ પીયૂષ પુરે સાથેના સંબંધોનો અંત આણ્યો છે.
શુભાંગી અત્રે અને પિયુષ છેલ્લા એક વર્ષથી અલગ રહે છે. તેમને એક પુત્રી પણ છે, જેની ઉંમર 18 વર્ષની છે. બંને ભલે અલગ થઈ ગયા હોય, પરંતુ દીકરીને સહ-પેરેન્ટિંગ કરી રહ્યાં છે. તેના પતિથી અલગ થયાની પુષ્ટિ કરતા, શુભાંગીએ તાજેતરમાં આપેલા એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, “અમે એક વર્ષથી સાથે નથી રહેતા. પિયુષ અને મેં અમારા લગ્નને છેવટ સુધી સાચવવાનો પૂરો પ્રયાસ કર્યો. પરસ્પર આદર, વિશ્વાસ અને મિત્રતા એ મજબૂત લગ્નનો પાયો છે.
શુભાંગી અત્રેએ જણાવ્યું કે તેમના લગ્નજીવનમાં ઘણી સમસ્યાઓ હતી, જેને તેઓ ઠીક કરી શક્યા નથી. અભિનેત્રીએ કહ્યું હતું કે, “અમને સમજાયું કે અમે અમારા મતભેદોને ઉકેલી શકતા નથી. તેથી અમે એકબીજાને સ્પેસ આપવાનું નક્કી કર્યું છે અને અમારા અંગત જીવન અને કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. અમારી માટે આ હજુ પણ મુશ્કેલ છે. મારો પરિવાર મારી પ્રથમ પ્રાથમિકતા હતી અને અમે બધા ઇચ્છીએ છીએ કે અમારો પરિવાર અમારી આસપાસ હોય, પરંતુ કેટલાક નુકસાનની ભરપાઇ કરી શકાતી નથી.
જ્યારે આટલા વર્ષોનો સંબંધ તૂટે છે, ત્યારે તે તમને માનસિક અને ભાવનાત્મક રીતે અસર કરે છે. મને પણ અસર થઈ હતી, પરંતુ અમારે આ પગલું ભરવું પડ્યું અને હું તેની સાથે સંમત છું. માનસિક સ્થિરતા સૌથી મહત્વપૂર્ણ છે. અલગ હોવા છતાં, શુભાંગી અને તેના પતિ તેમની 18 વર્ષની પુત્રીને સાથે ઉછેરશે. હાલમાં તેની પુત્રી અભિનેત્રી સાથે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular