ઓપન માઈન્ડ-નેહા.એસ.મહેતા
કેમ છો મારા વહાલા વાચકમિત્રો !
ખૂબ જ આનંદમાં ઉત્સાહમાં અને જુસ્સામાં હશો. આપણે હવે જીવન તારીખ, વીક અને મહિનાઓમાં જીવીએ છીએ માટે. બાર મહિનાનો અંત આવી રહ્યો છે. અને ફુલ ગુલાબી ઠંડીમાં જોશ સાથે યંગ જનરેશન. આમ જોવા જાવ તો ઘરડાઓ, પતિ પત્નીઓ, પ્રેમી પંખીડાઓ, ગોઇંગ ટુ બી કપલ, કોર્પોરેટ વર્લ્ડ બધા ૨૫ થી ૩૧ તારીખની રાહ જુએ અને ખાસ કરીને બાળકો. બીકોઝ બાળકોને રમકડાં ખરીદવાનો, રંગીન કપડાં પહેરીને બહાર જવાનો, ખાવાનો, પીવાનો જલસો પડી જાય.
આખું વર્ષ મીઠાઈઓ ખાધી આપણી ભારતીય સંસ્કૃતિની. જે ગુણકારી છે, પણ નજર છે. બાળક મન છે. અને વિકસિત આખો દેશ છે. વસુધૈવ કુટુંબકમાં આપણે માનીએ છીએ. બીજા દેશની સંસ્કૃતિ, બીજા દેશના પર્વ પણ આપણે ઉજવીએ છીએ. એટલે જ આપણો દેશ આપણી સંસ્કૃતિ ઇન્દ્રધનુષી છે. માટે આપણા બાળકોનો જે સ્વીટ તુત હોય છે. એની સંતુષ્ટીનો વેસ્ટર્નાઇઝ ટચ એટલે ક્રિસમસ ફીસ્ટ. વેરીમચ ઇન થીન્ગ. અને આપણને બેકિંગ આઈટમો તો બહુ ભાવે છે. હવે ફોરેનર્સને પણ માત આપતી આપણી ગુજરાતણો બધાને માટે મસ્ત મજાની કેક, ટાટ, મફીન બેકરી બિસ્કિટ, ક્રિસમસ કેક… બધી પ્રકારની બેકિંગ આઈટમો બનાવે છે. ફેસ્ટિવલ ટાઈમ આવ્યો.
માટે ધ્યાન રાખીને પોતાની ઈચ્છા સંતુષ્ટ ચોક્કસ કરજો. જેટલી જેટલી બેકિંગ આઈટમ હોય સારીસારી ક્વૉલિટીની ખાઓ. હેલ્ધી વસ્તુઓ પણ બનાવતા હોય છે. એટલે કહું છું કે શક્ય હોય તો હેલ્ધી ફૂડ ખાજો. અને હેલ્ધી બેકિંગ આઈટમ ખાજો. પણ ઈચ્છા પૂરી કરી લેજો. (કલ ક્યા હોગા યે કિસકો ખબર આ નાચે ઝરમર.)
હા મેં પણ કેક ખાધી. મેં પણ મજા કરી. શહેરમાં ફુલ પાર્ટી મૂડ ચાલી રહ્યો છે. અને એમાં જો કોઈ પંચર પાડે તો લોચા થઈ જાય. હાહાહા. એટલે જલસા કરો.
રહી વાત સિચ્યુએશનની તો આખા વિશ્ર્વમાં લગભગ સિચ્યુએશન બહુ ગંભીર છે, પણ એના માટે જેમ આપણે કામ નથી છોડતા એમ જે લોકો ગંભીર ટેનશનમાં નથી એ લોકો મજા કરવાની પણ નથી છોડતા. ઍન્ડ ઇટ્સ ફાઈન. એવો કંઈ ગુનો નથી થઈ રહ્યો. એટલે તમે તમારા પર્વ ચોક્કસ ઉજવજો.
મિત્રો આજે હું તમારી સાથે શેર કરુ છું. બેકિંગ આઈટમની વેરાઈટીસ. તમને આટલા નામ અને વેરાઈટી જોઇને મોઢામાં પીણીં છૂટી જશે. હાહાહા.
કેટલી બધી વાનગીઓ હોય છે.
નજરથી અહીંયા ખાઈએ. અને તક મળે કે સગવડ મળે એ ઘરે બેક કરી જ શકે છે. મારી બેકર ફ્રેન્ડ છે. જુહુ એરિયામાં.
એ એની ઉત્તમ કક્ષાની ક્વૉલિટી મોટે ખુબ લોકપ્રિય છે. ગ્લુટન ફ્રી, કલર ફ્રી, કેલરી કાઉન્ટ, શુક્રવાર ફ્રી, બધી બહુ ડીટેલ સાથે બનાવે છે. તમને ખબર પડશે કે બીજી બધી વસ્તુઓમાં પણ વસ્તુઓના આટલા પ્રકાર હોય છે, પણ મિત્રો સાવધાન રહેજો. પોતાની તબિયતનું પહેલા ધ્યાન રાખજો. અને પછી જીભનો ચટાકો માણજો. ચાલો માણીએ બેકિંગ વિશ્વ ૨૦૨૨.
ઓનેસ્ટલી હેલ્ધીયર બાઇટ બોક્સ: ગ્લુટનફ્રી ઍન્ડ નો રીફાઇન્ડ સુગર. ન્યૂટ્રિશિયસ ઓટ્સમાંથી બનાવ્યા છે. જુવાર, રાજગરા, બદામનો લોટ જેને લોકો આલમંડ ફ્લોર કહે છે. નો મેદા, નો બટર, નો પ્રિઝર્વેટીવ, એટલે કે ઝાઝો વખત રહી શકે ખાવાનું એના માટે જે એડેડ પ્રિઝર્વેટિવ્સ નાખતા હોય છે. દવાઓ નાખતા હોય છે. કશું જ આ બેકિંગ આઈટમસમાં આ લોકો નથી નાખતા. સ્વીટ ઍન્ડ ઓર્ગેનિક એટલે આમાં અમે ગોળનું ગળપણ વાપરીએ છીએ. એટલે આપણા ગુજરાતીઓ જાણી લે કે ભાઈ હવે બેકરી આઈટમમાં ગોળ વપરાય છે. હવે બેકરી આઈટમમાં માત્ર ખાંડ ને મેંદાની જરૂર નથી. એ ગોળથી પણ બની શકે છે. જે આજકાલ ખાસ કરીને પ્યોર કોકોનટ ઑઇલ અને ઑલિવ ઑઇલથી બનાવવામાં આવે છે.
હવે આપણે સાંભળીએ વાનગીઓ ‘ક્રિસમસ ડે, ટી ટાઈમ કેક’ એટલે કે ક્રિસમસની સવારે ચા પીતી વખતે ખવાતી કેક. ‘રાઉન્ડ વિથ થીન ટોપ લેયર ફોસ્ટરિંગ ‘ગ્લુટન ફ્રી’ અને પાછી વિગન. ગ્લુટન ફ્રી એટલે ઘઉંરહિત અને વી ગન એટલે જેમાં કોઈ દૂધની પ્રોડ્ક્ટ પણ નહીં. આવી વેરાઈટીની કેક જેના નામ છે: વેનિલા ચોકલેટ ચંક.
એપ્રીકોર્ટ બ્લુબેરી આલમન્ડ ઍન્ડ ઓટ્સ સક્રમબલ: વેનિલા ચોકોચંક ઍન્ડ બેરી: ડેટ ઍન્ડ વોલનટ: મોકા ઓટ્સ વોલનટ ક્રમ્બલ: ગુંઈડોર ચોકલેટ: ડાર્ક ચોકલેટ વિથ રોસ્ટેડ આલમંડ: ડાર્ક ચોકલેટ વિથ રોસ્ટેડ નટ:
ગ્લુટન ફ્રી કપ કેક કેક: ડોનટ વિથ હેલ્ધી ફ્રોસ્ટિંગ: ગ્લુટન ફ્રી ડેઝર્ટ ટ્યુબ: ચોકલેટ કેક વિથ બેલ્જિયમ ટ્રફલ: વેનીલા ચોકો વિથ રાસબરી યોગટ:
મિત્રો આ તો થયા ટી ટાઈમ ક્રિસમસ કેક. અને ઇવનિંગ ક્રિસમસ કેકના નામો.
હવે નાસતો શું કરશો? તો ધ ટ્રેન્ડિંગ બેકરી નાસ્તાઝ આર, પ્રેઝન્ટિંગ ટુ યુ ઓલ માય ફ્રેન્ડ્સ. સાંભળો કૂકીઝના નામ: ચોકલેટ ચોકો કૂકી, ઓટ્સ ઍન્ડ રેસિંન: ચોકલેટ કેનબરી, ઓરેન્જ ચોકોચંક, વિગન કૂકીઝ, રાગી ઍન્ડ મિલિટ્સ ચોકો ચિપ્સ આલ્ફાબેટ કુકીઝ, એટલે કે નાના નાના બાળકો માટે એ ટૂ ઝેડની કુકીઝ, ભાવ આપણે વાંચવા જ નથી મિત્રો કારણકે જેવા શાનદાર નામ છે એવા જ વસ્તુના શાનદાર ભાવ છે. કહે છે કે આ બધા જ ભારતીય અનાજોમાંથી બનાવવામાં આવતી વસ્તુઓ છે. નહીં કે મેંદા માંથી અને મિત્રો આપણે બધા જ માનીએ છીએ કે ક્વૉલિટી હોય તો પછી પૈસા આપવા પડે છે. એ મજબૂરી પણ છે. આજના સમયની.
બહુ મોટી મજબૂરી છે. કે સારું ખાવાનું મોંઘું મળે છે. ભગવાન મને એવી ઊર્જાશક્તિ આપે કે આ વિષય પર મારા થકી કંઈક એવું મેજીક કરાવે અને માણસોને અન્ન વ્યાજબી ભાવે મળી શકે .
આગળ જાણીએ કે મોર્ડન જમાનામાં કયા કયા પ્રકારના ક્રિસમસ નાસ્તા બની રહ્યા છે. ગ્લુટન ફ્રી બિસ્કિટ. આપણે સામાન્ય માણસો જનરલી મેંદાના બિસ્કિટ અને ઘઉંના બિસ્કિટ ખાતા. પછી આપણે નાનખટાઇઓ અને ખારી બિસ્કીટ ખાઈએ. મેક્સિમમ આપણે મલ્ટીગ્રેન બ્રેડ ખાધી. હવે આપણે ઘઉં વગરની પણ બિસ્કિટ ખાઈ શકીએ, જાતજાતના જુવાર બાજરીના મકાઈના અને પેલા છિલકા આવે ને ચોખાના છોતરા ઘઉંના છોતરા એના બિસ્કિટો પણ ખાઈ શકીએ આપણે. જમાનો મોડર્ન થઈ ગયો છે સાહેબ.
હા તો ગ્લુટન ફ્રી બિસ્કિટમાં ડેટ ઍન્ડ નટ બિસ્કિટ: ચોકો વોલનટ બિસ્કિટ: ડ્રાય સીડ્સ બિસ્કિટ, ન્યૂટ્રિશિયસ વેગન સ્નેક્સ, મિત્રો હવે દૂધ વગરના અને ન્યુટ્રિશિયસ વેગન નાસ્તા પણ ઉપલબ્ધ છે. જેનું નામ છે સુપર ફૂડ ગ્રાનોલા વિથ ગુડનેસ ઓફ પમકીન સીડ્સ, સનફ્લાવર સીડ્સ, ફ્લેક્સિડ, ક્રાઈમબેરી, આલ્મન્ડ, જેગરી એટલે ગોળ. હવે રસ્તામાં લઈ જવા માટે ઓટ્સ કોકોનટ્સ ઍન્ડ સીડ્સ ક્લસ્ટર. આપણે જનરલી ક્લસ્ટર ક્લિયર કરવાનું હોય. પણ આ બધા બારોમાં ક્લસ્ટર ભેગું કરવાનું હોય.
તો એક મોડર્ન હેલ્થી બાર બને હાહાહા. એમાં નામ છે. સુપર હેલ્ધી ક્રંચી સ્નેક્સ વિથ ગુડનેસ ઑફ ફ્લેક્સ કોકોનટ ઍન્ડ આલમંડ. ગ્લુટન ફ્રી જવાર, ઓટ્સ, રાગી, કુકી બોક્સ. પછી ક્રિસમસ સ્પેશિયલ ફ્રૂટ્સ એન્ડ ચોકોચંક કુકી, જેમાં અમેરિકામાં ક્રિસ્મસ વખતે જે બધા ફ્રૂટ આવે એ નાખીને એને સુકવીને એના બિસ્કિટ બનાવે અને બાળકોને ડબામાં ભરીને આપે.
પાછું હવે એમાં નવું આઈટમ નીકળી છે. ‘ડેઝર્ટ પિત્ઝા’ જે તમારા મોઢામાં મૂકતા જ પિગળી જાય. એવો બેસ્ટ હોય. ચોકલેટ હોય, બીજા સોસ હોય, કૂકીઝ હોય, ક્રિસમસ ફ્રૂટ હોય અને એક અલગ જ પ્રકારનું ગળિયો પિત્ઝા. પછી હોય છે ગ્લુટન ફ્રી ચીઝ કેક, બ્લુબેરી એપ્રિકોટ આલમંડ કેક, ફ્રેશ બ્રિસ્કો પિત્ઝા, સ્ટ્રોબેરી કેક, ફ્રેશ સ્ટ્રોબેરી ક્રીમ કેક, પછી એ બેકિંગ સ્ટાર મેડમે મને કહ્યું કે બીજી હોય છે સ્પેશિયલ ક્રિસમસ કેક, જેમાં આપણે ગુજરાતીઓને લગભગ વાંધો આવી શકે. જેમાં જાતજાતના મદીરા ઉમેરવામાં આવે છે. જાત જાતના સૂકા મેવા નાખવામાં આવે છે. પછી એને ફંગાવવામાં આવે છે. એટલે એને ફોર્મેટ કરવામાં આવે છે. ઢોસાના બેટરની જેમ. અને પછી એને વાસી કરી ફર્મેન્ટ કરીને પછી એમાં રમ ને બધું ઉમેરી ક્રિસમસ સ્પેશિયલ કેક બનાવવામાં આવે છે.જે ખાલી ૨૫મી એ જ મળશે અને તેનું બહુ જ મહત્ત્વ હોય છે. મિત્રો ઘણીવાર આપણને થાય ને કે ભગવાન ઈશુ ખ્રિસ્તને આટલી બધી વાનગીઓ ખાવા કદાચ નહીં મળી હોય. પ્રસંગમાં વપરાતી વાનગીઓના નામ પણ નહીં ખબર હોય પણ આનો જવાબ મારા બા બહુ જ સુંદર આપે. કે ભગવાનનું બેટા કામ જ હશે કે એના નામે પ્રજાને ભોગ મળે. એટલે ભગવાનને ભજો ભગવાનને ધરાવવો અને ભગવાનની પ્રજામાં પ્રસાદ રૂપે ભોગ બાટો. ભોગનો પ્રસાદ લોકોને મળે એટલે ભગવાનના નામે આપણે ભોજન આરોગતા હોઈએ છીએ.
એટલે આ વખતે તો હવે આટલી બધી વાનગીઓના નામ સાંભળીને બસ ચટાકેદાર વાનગીઓ ખાધેજ છુટકો. પછી? પછી પછી પછવાડું ને આગળ આવી ભીત. પછી શું થશે જોઈશું.
પ્રસંગ માણીએ પણ એક ઈચ્છા સાથે.
કે જે જે વ્યક્તિઓ જીવનમાં થોડાક પણ દુ:ખી છે. કે જ્યાં જ્યાં યુદ્ધો થઈ રહ્યા છે. ત્યાં ભગવાન એ લોકોને આપણો આનંદનો સાદ પહોંચાડે અને એ લોકોને પણ એમ થાય કે લડવા કરાવવાનું છોડી આપણે પણ ક્રિસમસ પાર્ટી મનાવીએ. કેક ખાઈએ આનંદ મનાવીએ. ગોળીના નહીં હોળીના તહેવારો મનાવીએ, ઉતરાયણ આવવાની છે. આકાશમાં ઊડીએ એવું બધું કાંઈક એમને સારા વિચારો આપણી એનર્જીથી પહોંચે. એવી સરસ મજાની ભક્તિ ભાવવાળી પાર્ટી મનાવીએ.
હવે બધાને હસવું આવશે કે ભક્તિભાવવાળી પાર્ટી કેવી રીતે બને?
તો ભાઈ સુંદર મજાનો ભક્તિનો રંગ જામી જાય તો એ પાર્ટી જ થઈ કહેવાય. બીજું પાર્ટી થતી હોય ને એમાં આપણા હૃદયમાં ભક્તિ જાગી જાય તો એ ભક્તિભાવવાળી પાર્ટી જ થઈ કહેવાય ને મિત્રો.
જેમ આજની સવાર, સુંદર મજાના ક્રિસમસ ગીતો ગવાસે. મ્યુઝિક વગાડશે આજે બધા દેવસ્થાનોમાં, ઘરોમાં ઓફીસમાં ‘વિશ યુ મેરી ક્રિસમસ.’
વિશ યુ મેરી ક્રિસમસ. ઍન્ડ હેપ્પીનેસ
ટુ યુ. એવા બધા ગીતો ગાશે. બધા મસ્ત મજાના લાલ-લાલ કપડા પહેરશે.
સુંદર ઝગમગતી લાઈટો થશે દેવ સ્થાનોમાં ને ચોરાહાઓ પર ઇશારા જીવનની ઝાંખી શણગારેલી. મોટો બધા ઝગારા મારશે બધી એટરેક્ટીવ ઓફર્સ (લાઇક ટેસ્ટી વેફર્સ). બધી દુકાનોની બહાર ગ્રાહકોને એટરેક્ટ કરવા માટે અને ફૅસ્ટિવલના માનમાં પણ.
ઍન્ડ ભાઇસાહેબ ‘સાન્ટાક્લોઝ’ જેને આપણે ‘ગણપતિ બાપાનું’ પણ સ્વરૂપ મનાય છે. એ બધાને એકદમ નાની નાની ચોકલેટ, પેન્સિલો અને ક્રિસમસ ગિફ્ટથી માંડીને મોટી મોટી પિયાનોથી લઈને સોનાની વીંટીઓ સુધી, હીરાના હાર સુધી, સોનેરી સુંદર મજાના વસ્ત્રના તાર સુધી ભેટો આપવામાં આવશે. જેમ મેં કહ્યું એમ સુંદર મજાનું બેકિંગ ફૂડ જે અત્યારે વિશ્ર્વમાં ક્લાસી ફૂડ અને મીઠાઈઓમાં આવે છે. એને બહુ જ મોટા મોટા લોકો સારી સારી ક્વૉલિટીનું બેકિંગ કરે અને એમાં પણ કક્ષાઓ હોય છે. અને ક્વૉલિટીઝ હોય છે. એ પ્રમાણેનું બેકરી ફૂડ વેચાશે. જલસા થશે. ખૂબ ખવાશે, પીવાશે અને મજા માણશે.
ઇટ્સ પ્રેયર ટાઇમ ઍન્ડ પાર્ટી ટાઇમ.
તો ચાલો આપણે બધા પણ આજે ક્રિસમસના ગીતો ગાઈએ. વર્ષના અંતને માણવા મસ્ત મજાનો ડાન્સ કરવા. તહેવાર મનાવવા સજજ થઈ જઈએ.
ટીમ નેહા એસકે મહેતા એન્ડ મુંબઇ સમાચાર તરફથી ‘હેપ્પી ક્રિસમસ ટુ ઓલ માય રિડર્સ. લોટ્સ ઓફ લવ, લક, ઍન્ડ લક્ઝરી. ઓફકોર્સ ગ્રેટ હેલ્થ ઇઝ ધ પ્રાયોરિટી ફોર એવરીવન.’
ઇશુ સૌનુ કલ્યાણ કરે.
નેહા એસકે મહેતાના
વંદે માતરમ.
જય હિન્દ.