નૂપુર શર્માનું સમર્થન કરવા બદલ સુરતના વધુ એક વેપારીને મળી ધમકી, પલીસે એક મહિલા સહીત ત્રણની ધપકડ કરી

આપણું ગુજરાત

Surat: ટીવી ડિબેટ પર મોહમ્મદ પયંગબર પર વાંધાજનક ટીપ્પણી કરનાર ભાજપના સસ્પેન્ડેડ પ્રવક્તા નૂપુર શર્માનું(Nupur Sharma) સમર્થન કરવા બદલ સુરતના વધુ વ્યક્તિને ધમકી મળી છે. સુરતના વેપારીએ ઈન્સ્ટાગ્રામ (Instagram) પર નૂપુર શર્માને સમર્થન કરતી સ્ટોરી અપલોડ કરતા ધમકી(Death threat) મળવાનું શરુ થયું હતું. જેને લઈને વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. રાજસ્થાનના ઉદયપુર અને મહારાષ્ટ્રના અમરાવતીમાં થયેલી હત્યાઓ બાદ પોલીસ આ મુદ્દાને ખુબ ગંભીરતાથી લઇ રહી છે. પોલીસે(Surat police)  આ મામલે કાર્યવાહી કરી એક મહિલા સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે.
મળતી માહિતી પ્રમાણે સુરતના રાજ મોલમાં એક શોપ ધરાવતા વિશાલ પટેલ નામના વેપારીએ Instagram એકાઉન્ટ પર નૂપુર શર્માને સમર્થન કરતી એક સ્ટોરી અપલોડ કરી હતી. બાદમં વિશાલ પટેલને અલગ અલગ એકાઉન્ટ પરથી ધમકીઓ આપવામાં આવી રહી હતી. વિવાદ વધતા વેપારીએ માફી માંગી હતી અને સ્ટોરી પણ ડિલીટ કરી નાખી હતી છતાં તેમને અલગ અલગ અકાઉન્ટ પરથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી હતી. તેમને મળેલા એક મેસેજ ધમકી અપાઈ હતી કે “સુરત મેં રહેના હૈ યા જાના હૈ? ક્લોઝ કર કે નિકલ લે, તેરે ખૂન કે પ્યાસે બેઠે હૈ, કહી વહાં ન આ જાયે.” જેને લઈને વેપારી અને તેમના પરિવારમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
વેપારીને મોહમ્મદ અયાન મોહમ્મદ નઇમ આતસબાજીવાલા, રાસીદ રફીક, ભૂરા આલિયા, મોહમ્મદ અલી ગગન, મુના મલિક, શહેજાદ કટપીસવાલા અને ફૈઝાન નામના Instagram ID પરથી ધમકીઓ મળી હતી.
આ મામલે વેપારીએ ફરિયાદ નોંધાવતા પોલીસ અધિકારીઓએ ખૂબ જ ગંભીરતાથી એક્શન લીધા હતા. પોલીસે આ મામલે ત્રણ લોકોની ધરપકડ કરી છે. જે ત્રણ આરોપીની ધરપકડ કરી છે તેમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે. પોલીસ હજુ બીજા આરોપીઓને શોધી રહી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.