Homeઆપણું ગુજરાતકોંગ્રેસને વધુ એક ઝટકો: કામિનીબાનું રાજીનામું, આજે કમલમ ખાતે ભાજપમાં જોડાયા

કોંગ્રેસને વધુ એક ઝટકો: કામિનીબાનું રાજીનામું, આજે કમલમ ખાતે ભાજપમાં જોડાયા

દહેગામ વિધાનસભા બેઠક પર કોંગ્રેસે ટીકીટ ન આપતા પાર્ટી પર ચોંકાવનારા આક્ષેપો કર્યાના દિવસો બાદ પૂર્વ વિધાનસભ્ય કામિની બા રાઠોડે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. દહેગામના પૂર્વ વિધાનસભ્ય કામિનીબાએ આરોપ લગાવ્યો હતો કે ટિકિટ માટે તેમની પાસેથી એક કરોડ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી.
કામિનીબા રાઠોડે અંતે કોંગ્રેસના તમામ પદેથી રાજીનામું આપી દીધું છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરને રાજીનામું સોંપ્યું હતું. કામિનીબા રાઠોડ ગાંધીનગર કમલમ ખાતે આજે ભાજપમાં જોડાયા હતા.
ટિકિટ મેળવવા કામિનીબા રાઠોડે છેલ્લા છ મહિના કરતા વધુ સમયથી પ્રયાસ ચાલુ કર્યા હતા. કોંગ્રેસે દહેગામ બેઠક પરથી ટિકિટ ના આપતાં તેઓ નારાજ થયા હતા, તેમણે કોંગ્રેસ પર આરોપ લગાવ્યો હતો કે ટિકિટના બદલામાં તેમની પાસેથી 1 કરોડ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. તેમણે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. જો કે, અંતે તેમણે અપક્ષ ફોર્મ પરત ખેંચી લીધું હતું અને આખરે હવે ભાજપમાં જોડાવાનો નિર્ણય કર્યો છે.
કામિની બાએ 2012ની વિધાનસભાની ચૂંટણીમાં દહેગામ બેઠક પર 2297 મતોના નાના માર્જિનથી જીત મેળવી હતી, પરંતુ 2017ની ચૂંટણીમાં તેઓ ભાજપના બલરાજસિંહ ચૌહાણ સામે હારી ગયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular