ઝટકે પે ઝટકા! ગુલામ નબી આઝાદનું ‘ના’ રાજીનામું! કહ્યું, કોંગ્રેસ રિમોટ કંટ્રોલથી ચાલી રહી છે

અવર્ગીકૃત ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

કોંગ્રેસ પાર્ટીને(Congress) વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે(Ghulam Nabi Azad) પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામું(Resignation) આપી દીધું છે. તેમણે કોંગ્રેસનું પ્રાથમિક સભ્યપદ પણ છોડી દીધું છે. ગુલામ નબી આઝાદે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને પાંચ પાનાનું રાજીનામું લખીને મોકલ્યું છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા ગુલામ નબી આઝાદ ઘણા સમયથી પાર્ટીથી નારાજ હતા. આ પહેલા ગુલામ નબી આઝાદે જમ્મુ-કાશ્મીર કોંગ્રેસની પ્રચાર સમિતિના અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું હતું. તેઓ રાજ્યસભામાં વિપક્ષના નેતા રહી ચૂક્યા છે.
સોનિયા ગાંધીને(Sonia Gandhi) લખેલા તેમના રાજીનામાના પત્રમાં ગુલામ નબી આઝાદે લખ્યું છે કે, “મેં ખૂબ જ અફસોસ અને ખૂબ જ લાગણીશીલ હૃદય સાથે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સાથેના મારા અડધી સદી જૂના સંબંધને તોડવાનો નિર્ણય લીધો છે.”
ગુલામ નબી આઝાદે અંગ્રેજીમાં લખેલા લાંબા રાજીનામામાં સોનિયા ગાંધીને કોંગ્રેસ છોડવાના કારણો ગણાવ્યા છે. તેમણે રાહુલ ગાંધીની(Rahul Gandhi) આકરા શબ્દોમાં ટીકા કરી હતી. આ પત્રમાં તેણે રાહુલ પર બાલિશ વર્તન કરવાનો આરોપ લગાવ્યો છે.

“>

નોંધનીય છે કે તેઓ કોંગ્રેસથી નારાજ નેતાઓના ગ્રુપ G23ના ભાગ હતા. G-23 જૂથ સતત કોંગ્રેસમાં ફેરફારની માંગ કરી રહ્યું છે. આ પહેલા કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલે પણ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. સપા દ્વારા તેમને રાજ્યસભામાં પણ મોકલવામાં આવ્યા છે.
હિમાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીના થોડા દિવસો પહેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા આનંદ શર્માએ રવિવારે પાર્ટીના રાજ્ય એકમના સ્ટીયરિંગ કમિટીના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દીધું હતું.

 

1 thought on “ઝટકે પે ઝટકા! ગુલામ નબી આઝાદનું ‘ના’ રાજીનામું! કહ્યું, કોંગ્રેસ રિમોટ કંટ્રોલથી ચાલી રહી છે

  1. At last somebody spoke up and told the Emperor he has no clothes on! This is the first breach in the dam. Calling the others in the Group of 22+1 to summon courage and end sycophancy. It does not serve the party or the country. It perpetuates only a family’s raj whose domain has been shrinking for a long time now. Like the last of Mogul Empire the sycophants are cheering on to oblivion.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.