કોંગ્રેસ નેતા એકે એન્ટનીના પુત્ર અનિલ એન્ટનીએ બુધવારે કોંગ્રેસમાંથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. પીએમ મોદીને 2002ના ગુજરાત રમખાણો માટે જવાબદાર ઠેરવતી બીબીસીની ડોક્યુમેન્ટ્રી અંગે વિરોધ નોંધાવ્યાના એક દિવસ બાદ જ તેમણે આ નિર્ણય લીધો છે.
અનિલ એન્ટનીએ ટ્વિટર પર લખ્યું કે, “મેં કોંગ્રેસમાં મારા તમામ પદો પરથી રાજીનામું આપી દીધું છે. દ્વારા મારા પર ટ્વીટ પાછું લેવાનું દબાણ કરવામાં આવી રહ્યું હતું. તે પણ એ લોકો તરફથી જેઓ અભિવ્યક્તિની સ્વતંત્રતા માટે ઉભા છે. જેના માટે મેં ઇનકાર કર્યો છે.”
અનિલ એન્ટની કોંગ્રેસ પાર્ટીના કેરળ યુનિટના ડિજિટલ કોમ્યુનિકેશન્સ ચીફના પદ પર હતા. અનિલ એંટનીએ આગળ લખ્યું, “જે લોકો પ્રેમનો પ્રચાર કરે છે તેઓ ફેસબુક પર મારી વિરુદ્ધ નફરત ફેલાવે છે. આને દંભ કહેવાય. જીવન આવું જ છે.”
અનિલ એન્ટનીએ વધુમાં કહ્યું કે, “ગઈકાલે જે કંઈ પણ થયું, મને લાગે છે કે આ પછી કોંગ્રેસની તમામ જવાબદારીઓ – કેરળ પ્રદેશ કોંગ્રેસ સમિતિ (KPCC)ના ડિજિટલ મીડિયા અને અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ (AICC), સોશિયલ મીડિયાઅને ડિજિટલ કોમ્યુનિકેશન સેલ છોડવાનો સમય. મારા રાજીનામાનો સ્વીકાર કરો.”
અનિલ એન્ટનીએ મંગળવારે કહ્યું હતું કે ભારતીય સંસ્થાઓ પર બ્રિટિશ બ્રોડકાસ્ટર બીબીસીના વિચારોને પ્રાધાન્ય આપવાથી દેશના સાર્વભૌમત્વને નુકસાન થશે.
કોંગ્રેસને વધુ એક ઝટકો: એકે એન્ટોનીના પુત્રએ કોંગ્રેસ છોડી, BBCની ડોક્યુમેન્ટરીનો કર્યો હતો વિરોધ
RELATED ARTICLES