ભારત સામેની ટેસ્ટ સિરીઝમાં ભાગ્ય પણ ઓસ્ટ્રેલિયાનો સાથ છોડી રહ્યું છે. ટેસ્ટ સિરીઝ પહેલા જ ઓસ્ટ્રેલિયાને ઘણા ખેલાડીઓ ઈજાગ્રસ્ત થયા હતા. જે બાદ ટીમને પ્રથમ બે ટેસ્ટ મેચમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ ઈજાને કારણે ફાસ્ટ બોલર જોશ હેઝલવુડને સીરીઝ છોડાવી પડી હતી. ત્યાર બાદ હવે અનુભવી ઓપનર ડેવિડ વોર્નર પણ બાકીની બે ટેસ્ટ મેચ નહિ રમી શકે.
દિલ્હીમાં રમાયેલી બીજી ટેસ્ટ દરમિયાન વોર્નરને કોણીમાં ઈજા થઈ હતી. જે બાદ તે મેચની બીજી ઇનિંગમાં બેટિંગ કરવા ઉતરી શક્યો ન હતો. મેટ રેનશો બીજી ટેસ્ટમાં વોર્નરનો રિપ્લેસમેન્ટ બન્યો હતો. જોકે વોર્નર પ્રથમ બે ટેસ્ટમાં કંઈ ખાસ પ્રદર્શન કરી શક્યો નહોતો. તેણે ત્રણ ઇનિંગ્સમાં માત્ર 26 રન બનાવ્યા હતા. ટેસ્ટ બાદ યોજાનારી વનડે સીરીઝમાં વાપસી કરી શકે છે.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “ડેવિડ વોર્નરને ભારતના ટેસ્ટ સિરીઝથી બહાર કરવાની ફરજ પડી છે તે સ્વદેશ પરત ફરશે. દિલ્હીમાં બીજી ટેસ્ટમાં વોર્નરને કોણીમાં ઈજા થઈ હતી અને હેરલાઈન ફ્રેક્ચર થયું છે. તેની સારવાર શરુ કરવામાં આવી છે. આશા છે કે તે ત્રણ વનડે મેચ માટે ભારત પરત ફરશે.”
ઓસ્ટ્રેલિયા માટે આ મોટો ઝટકો છે. જોશ હેઝલવુડ અને ડેવિડ વોર્નર બહાર થતા તો ટીમમાં પ્રેશર વધશે. ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્ક અને ઓલરાઉન્ડર કેમેરોન ગ્રીન હજુ પૂર્ણ રીતે ફિટ નથી. બંને માટે આગામી ટેસ્ટમાં રમવું મુશ્કેલ છે.
ઓસ્ટ્રેલિયાને બે દિવસમાં બીજો ઝટકો, હેઝલવુડ બાદ આ અનુભવી બેટ્સમેન ટેસ્ટ સીરીઝમાંથી બહાર
RELATED ARTICLES