સંજય રાઉતને વધુ એક મોટો ફટકો! તપાસ માટે મુલુંડ, ભાંડુપ અને વિક્રોલી પહોંચી ED

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

રૂ. 1,034 કરોડના પત્તરા ચાલ કૌભાંડના સંબંધમાં મુંબઈની આર્થર રોડ જેલમાં ન્યાયિક કસ્ટડીમાં રહેલા શિવસેનાના સાંસદ સંજય રાઉતને ફરી એકવાર આંચકો લાગ્યો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની તપાસમાં બે મોંઘા વાહનોની ખરીદી અંગે નવો ખુલાસો થયો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે બુધવારે મુંબઈમાં સંજય રાઉત સાથે જોડાયેલા અનેક સ્થળો પર સર્ચ હાથ ધર્યું હતું. આ દરોડામાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ઘણા દસ્તાવેજો જપ્ત કર્યા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને સંજય રાઉત દ્વારા શ્રદ્ધા ડેવલપર્સ સાથે મળીને મની લોન્ડરિંગની શંકા છે.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સંજય રાઉત સાથે સંબંધિત તમામ પ્રોપર્ટી અને પૈસાની લેવડ-દેવડની તપાસ અને પૂછપરછ કરી રહ્યું છે. આ સંબંધમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના અધિકારીઓએ બુધવારે મુંબઈના મુલુંડ, ભાંડુપ અને વિક્રોલી વિસ્તારમાં સંજય રાઉત સાથે સંબંધિત જગ્યાઓ પર દરોડા પાડ્યા હતા. આ દરોડામાં મુલુંડમાં શ્રદ્ધા ડેવલપર્સ સાથે જોડાયેલા ઠેકાણાઓ પણ સામેલ છે.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા શ્રદ્ધા ડેવલપર્સ અને સંજય રાઉત વચ્ચેના નાણાકીય સંબંધોની તપાસમાં એક મહત્વપૂર્ણ માહિતી બહાર આવી છે. સંજય રાઉતના બે વાહનો શ્રદ્ધા ડેવલપર્સ દ્વારા ખરીદવામાં આવ્યા છે. આનાથી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને શંકા જાય છે કે સંજય રાઉતનો શ્રદ્ધા ડેવલપર્સ સાથે નાણાકીય વ્યવહાર હતો, જે સંજય રાઉતે છુપાવ્યો હતો. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ હવે આ આધારે તપાસ અને પૂછપરછ આગળ ધપાવશે. આ રીતે વધુ તપાસમાં અનેક મહત્વની માહિતી બહાર આવવાની વકી છે.

1 thought on “સંજય રાઉતને વધુ એક મોટો ફટકો! તપાસ માટે મુલુંડ, ભાંડુપ અને વિક્રોલી પહોંચી ED

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.