તુર્કીમાં સોમવારે આવેલા ભયાનક ભૂકંપે તબાહી મચાવી છે, બચાવ કાર્ય પ્રગતિમાં છે એવામાં આજે મંગળવારે ફરી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આજે ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.9 માપવામાં આવી છે. તુર્કી અને પડોશી દેશ સીરિયામાં ભૂકંપને કારણે 4,300 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. હજારો ઘાયલ થયા છે.
બચાવકર્મીઓ હજુ પણ અસરગ્રસ્ત વિસ્તારોમાં કાટમાળમાં ફસાયેલા લોકોને શોધી રહ્યા છે. સોમવારે વહેલી સવારે 7.8ની તીવ્રતાનો પહેલો ભૂકંપ આવ્યો હતો. જે પછી વધુ બે ભૂકંપ આવ્યા, જેની તીવ્રતા અનુક્રમે 7.6 અને 6.0 હતી. આજે ફરી ભૂકંપના આંચકાથી લોકોમાં ભયનો માહોલ છવાયો છે.
તુર્કીના સ્વાસ્થ્ય પ્રધાન ફહરેટિન કોકાના જણાવ્યા અનુસાર, ખરાબ હવામાનને કારણે સહાય ટીમો માટે પડકારો વધી ગયા છે. તેમણે કહ્યું, “હવામાનની સ્થિતિ અને આપત્તિની તીવ્રતાએ અમારી ટીમો માટે અસરગ્રસ્ત વિસ્તારમાં પહોંચવું મુશ્કેલ બનાવ્યું છે.”
સંસદીય દળની બેઠક દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તુર્કીમાં ભૂકંપ બાદ ભારત દ્વારા આપવામાં આવેલી મદદનો ઉલ્લેખ કર્યો હતો. ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડે ભૂકંપગ્રસ્ત તુર્કી અને સીરિયા માટે USD 11 મિલિયનની સહાયની જાહેરાત કરી છે.
ભારે તારાજી વચ્ચે આજે તુર્કીમાં ફરી 5.9 તીવ્રતાનો ભૂકંપ આવ્યો, લોકોમાં ભયનો માહોલ
RELATED ARTICLES