સાહેબ, આ પોપટના શોરથી પરેશાન થઈ ગયો છું! આ ફરિયાદ લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યા પુણેના વૃદ્ધ

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

લોકો પોલીસ પાસે ઘણી વાર ખૂબ જ અજીબોગરીબ ફરિયાદ લઈને પહોંચતા હોય છે. મહારાષ્ટ્રના પુણેમાં આવો જ એક મામલો સામે આવ્યો છે, જ્યાં એક વ્યક્તિએ પોપટથી પરેશાન હોવાની ફરિયાદ લખાવી છે. પાડોશીના ઘરનો પોપટ ખૂબ જ અવાજ કરતો હતો જેને કારણે ફરિયાદીએ ત્રાસીને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

આ મામલે મળતી માહિતી અનુસાર પુણેના શિવાજીનગરમાં રહેતા 72 વર્ષના વૃદ્ધ અંકુશ શિંદેએ પાડોશમાં રહેતા અકબર ખાનના પોપટના શોરથી પરેશાન થતાં હતાં. શિંદેએ ખાનને આ અંગે વાત કરી અને પોપટને બીજા સ્થાને રાખવાની ભલામણ કરી ત્યારે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. અમજદ ખાને શિંદેને અપશબ્દો કહ્યા હતાં અને તેને મારવાની ધમકી આપી હતી, જે બાદ શિંદેએ પોલીસમાં ફરિયાદ કરવાનો નિર્ણય સીધો હતો.

પોલીસે આ અંગે જણાવ્યું છે કે અમે શિંદેની ફરિયાદ નોંધી લીધી છે અને નિયમ અનુસાર આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.