Homeઆપણું ગુજરાતરાજકોટમાં ચૂંટણીની જાહેરાત પહેલા જ આર્મીની ફ્લેગમાર્ચ

રાજકોટમાં ચૂંટણીની જાહેરાત પહેલા જ આર્મીની ફ્લેગમાર્ચ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી આજે બપોરે જાહેર થઈ ચૂકી છે. ત્યારે ચૂંટણીને લઈને સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં સુરક્ષા એજન્સીઓ તૈનાત કરવામાં આવી છે. આજે શહેરમા આર્મીના જવાનોની ફ્લેગમાર્ચ યોજવામાં આવી હતી. આજે ચૂંટણી જાહેર થવાના સંકેત આવતાની સાથે જ ચૂસ્ત સુરક્ષા ગોઠવવામાં આવી છે. ચૂંટણીલક્ષી કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તેને લઈને આજથી સુરક્ષા એજન્સીઓનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
શહેરના જિલ્લા પંચાયત ચોકથી આર્મીના જવાનોની ફ્લેગમાર્ચ યોજાઇ હતી. આ ફ્લેગમાર્ચ રેસકોર્સ રિંગ રોડ પર નીકળી હતી. ફ્લેગમાર્ચ યોજાતા રસ્તા પર નીકળતા વાહનચાલકોને થોડીવાર ઊભા રાખવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્રના રાજકારણનું એપી સેન્ટર ગણાતા રાજકોટમાં ચૂંટણીને લઈને રાજકીય પાર્ટીઓએ પૂરજોશમાં તૈયારીઓ આરંભી દીધી છે.

RELATED ARTICLES

Most Popular