Homeટોપ ન્યૂઝઆજે પુલવામા હુમલાની ચોથી વરસી, PM મોદીથી લઈને રાહુલ ગાંધીએ શહીદોને આપી...

આજે પુલવામા હુમલાની ચોથી વરસી, PM મોદીથી લઈને રાહુલ ગાંધીએ શહીદોને આપી શ્રદ્ધાંજલિ

આજથી ચાર વર્ષ પહેલા 14 ફેબ્રુઆરી 2019નો કાળો દિવસ ભારતીયો ક્યારેય નહિ ભૂલી શકે. આ જ દિવસે જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકી હુમલો થયો હતો જેમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CPRF) ના 40 જવાનો શહીદ થઇ ગયા હતા. 14 ફેબ્રુઆરી 2019ના રોજ બપોરે 3 વાગ્યાની આસપાસ શ્રીનગર-જમ્મુ નેશનલ હાઈવે પર જઈ રહેલા CPRF ના કાફલાને જૈશ-એ-મોહમ્મદ (JeM) ના આતંકવાદીએ વિસ્ફોટકો ભરેલા વહનથી ટક્કર મારી હતી.
પુલવામા હુમલાની ચોથી વરસી પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શહીદોને યાદ કર્યા. તેમણે કહ્યું, ‘આપણે આપણા બહાદુર સૈનિકોને યાદ કરીએ છીએ, જેમને આપણે આ દિવસે પુલવામામાં ગુમાવ્યા હતા. આપણે તેમના સર્વોચ્ચ બલિદાનને ક્યારેય નહિ ભૂલી શકીએ. તેમનું સાહસ આપણને મજબૂત અને વિકસિત ભારત બનાવવાની પ્રેરણા આપે છે.’

“>

રાહુલ ગાંધીએ શહીદોને ભાવુપૂર્વક શ્રદ્ધાંજલિ આપી હતી. તેણે ટ્વીટ કરીને લખ્યું, ‘પુલવામા આતંકી હુમલાના બહાદુર શહીદોને શ્રદ્ધાંજલિ. ભારત તેમના સર્વોચ્ચ બલિદાનને હંમેશા યાદ રાખશે.’

“>

કોંગ્રેસના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર પણ પુલવામા હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. કોંગ્રેસે લખ્યું છે કે, ‘પુલવામા આતંકી હુમલામાં દેશ માટે બલિદાન આપનારા શહીદોને સત સત નમન. આજે આપણે ભારત માતાના બહાદુર સપૂતોને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપીએ છીએ.’
કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહે ટ્વીટ કર્યું, “આજે અમે 40 CRPF શહીદોને શ્રદ્ધાંજલિ આપીએ છીએ જેઓ પુલવામામાં ગુપ્તચર નિષ્ફળતાને કારણે શહીદ થયા હતા. મને આશા છે કે તમામ શહીદના પરિવારોનું યોગ્ય રીતે ધ્યાન રાખવામાં આવે.”

“>

ભાજપના કાર્યકરો અને નેતાઓએ પણ શહીદોને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. ભાજપના નેતા કપિલ મિશ્રાએ કહ્યું, “કભી ભૂલેંગે નહીં કભી માફ કરેંગે નહીં. પુલવામા જેહાદી હુમલામાં શહીદ થયેલા આપણા બહાદુર જવાનોને સત સત નમન.”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular