દિલ્હીની દારૂ નીતિ પર અણ્ણા હજારેએ કેજરીવાલની કાઢી ઝાટકણી!

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

સામાજિક કાર્યકર્તા અણ્ણા હજારેએ દિલ્હીની દારૂનીતિના ભ્રષ્ટાચારની ખબરો વચ્ચે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને પત્ર લખ્યો છે. આ પત્રમાં અણ્ણા હજારેએ કેજરીવાલની ઝાટકણી કાઢી છે. તેમણે જણાવ્યું હતું કે આપની સરકારે લોકોના જીવન બરબાદ કરવાળી અને મહિલાઓને પ્રભાવિત કરનારી દારૂનીતિ બનાવી છે. આપનું કથન અને કરણીમાં ફરક છે.

અણ્ણાએ પત્રમાં લખ્યું હતું કે જ્યારે દસ વર્ષ પહેલા દિલ્બીમાં અણ્ણાના સભ્યો સાથે બેઠક થઈ હતી તે વખતે આપે રાજનૈતિક રસ્તો અપનાવવાની વાત કરી હતી, પરંતુ આ પક્ષ ભૂલી ગયો છે કે રાજનૈતિક પાર્ટી બનાવવી એ અમારા આંદોલનનો ઉદ્દેશ્ય હતો જ નહીં. તે વખતે મારો વિચાર હતો કે દેશભરમાં ફરીને લોકશિક્ષણ અને લોકજાગૃતિનું કામ કરવું જરૂરી હતું. જો એ દિશામાં કામ થયું હોત તો ક્યાંય દારૂની આવી ખોટી નીતિઓ ન બની હતો.

સરકાર કોઆ પણ પાર્ટીની હોય, પરંતુ સરકારને જનહિતમાં કામ કરવા મજબૂર કરવા માટે સમાન વિચારધારા લોકો ધરાવતું એક ગ્રુપ હોવું જોઈએ. જો આવું થયું હોત તો દેશમાં ગરીબોને લાભ મળ્યો હોત. અફસોસ એ વાતનો છે કે આવું ન થઈ શક્યું. એક ઐતિહાસિક આંદોલનને નુકસાન પહોંચાડીને મનિષ સિસોદિયા અને તમારા અન્ય સાથીઓએ અન્ય પાર્ટીની જેમ રાજકારણના રસ્તે જતાં રહ્યા એ દુઃખની વાત છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.