પુણે: કેન્દ્રના લોકપાલ કાયદાની પાર્શ્ર્વભૂમિ પર મહારાષ્ટ્રમાં પ્રસ્તાવિત લોકાયુક્ત કાયદો ભ્રષ્ટાચાર સામે લડવા માટે એક ક્રાંતિકારી માર્ગ હશે, એવું સામાજિક કાર્યકર્તા અણ્ણા હઝારેએ જણાવ્યું હતું.
રાજ્ય સરકાર પાસે લોકાયુક્ત કાયદો લાવવાની માગણી કરી રહેલા અણ્ણા હઝારેએ મુસદ્દો (નવો લોકાયુક્ત કાયદો તૈયાર કરવા) સ્વીકારવાના નિર્ણય બદલ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને અભિનંદન આપ્યાં હતાં અને આભાર માન્યો હતો.
રાજ્ય વિધાનસભાના શિયાળુ સત્રની પૂર્વસંધ્યાએ એક પત્રકાર પરિષદને સંબોધતાં ફડણવીસે જાહેરાત કરી હતી કે રાજ્યમાં લોકપાલ કાયદાની પાર્શ્ર્વભૂમિ પર લોકાયુક્ત કાયદો હશે જે મુખ્ય પ્રધાન અને પ્રધાન પરિષદને પણ તેના હેઠળ આવરી લેવામાં આવશે. તેમણે કહ્યું હતું કે આ અંગે બિલ રજૂ કરવામાં આવશે.
લોકાયુક્ત કાયદો લાવવાના નિર્ણય બદલ મેં મુખ્ય પ્રધાન શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન ફડણવીસનો આભાર માન્યો હતો. મેં તેમને કહ્યું હતું કે રાજ્યમાં ભ્રષ્ટાચાર સામે લડવા માટે આ કાયદો ક્રાંતિકારી માર્ગ હશે, એવું અણ્ણા હઝારેએ જણાવ્યું હતું.
(પીટીઆઈ)