સુશાંતને યાદ કરીને અંકિતા થઈ ઈમોશનલ, કહ્યું એ મારી માટે હંમેશા…

ફિલ્મી ફંડા

ટીવી અને બોલીવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપુતને DID Super Momsનાં મંચ પર ફરી એક વાર ટ્રિબ્યૂટ આપવામાં આવશે અને આ એપિસોડમાં એકતા કપૂરનો ફેમસ ટીવી શો પવિત્ર રિશ્તાની એક્ટ્રેસ અંકિતા લોખંડે અને ઉષા નાડકર્ણી ગેસ્ટ તરીકે આવશે. નોંધનીય છે કે આ સિરિયલ દરમિયાન અંકિતા અને સુશાંત એકબીજાની નજીક આ્યા હતાં. વર્ષો સુધી એકબીજાને ડેટ કર્યા બાદ બંનેએ બ્રેકઅપ કર્યું હતું. આજે સુશાંત હયાત ન હોવા છતાં પણ અંકિતાના દિલમાં તેની માટે સમ્માન આજે પણ છે. રિયાલિટી શોમાં સુશાંત સિંહ રાજપુતને યાદ કરતાં એક્ટ્રેસ ભાવુક થઈ ગઈ હતી.

સુશાંત સિંહ રાજપૂત અને પોતાના સંબંધ પર વાત કરતા અંકિતા લોખંડે કહે છે કે, તે મારો ખૂબ જ નજીકનો મિત્ર હતો. મને વિશ્વાસ છે કે તે જ્યાં પણ હશે, ખુશ હશે.

સુશાંત સિંહ રાજપૂત બાદ અંકિતાનાં જીવનમાં વિક્કી જૈન આવ્યા અને હવે બંને હેપ્પીં મેરીડ લાઈફ એન્જોય કરી રહ્યા છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.