સામાન્ય રીતે જનતા અન્યાયની ફરિયાદ લઈને સરકાર પાસે આવે છે, પરંતુ ગુજરાતના સચિવાલયમાં એક સેક્રેટરીએ પોતાના ખાતાને અન્યાય થતો હોવાનું અને તેમના સાથે સાવકો વ્યવહાર થતો હોવાની ફરિયાદ કરી હતી અને તેમની આ ફરિયાદે આખાં સચિવાલયમાં આગ લગાવી દીધી હતી. શ્રમ અને રોજગાર ખાતાના એડિશનલ ચીફ સેક્રેટરી અંજુ શર્મા આમ પણ તેમના સ્પષ્ટવક્તવ્યને લીધે જાણીતા છે.
તાજેતરમાં સિચાવલયમાં થયેલી સેક્રેટરીની બેઠકમાં તેમમે નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે અન્ય ખાતાના સેક્રેટરી તેમના ખાતા તરફ ધ્યાન આપતા નથી. તેમના ખાતાની જે સ્કીમ જે અન્ય ખાતાએ પણ અમલમાં મૂકવાની હોય તે મૂકતા નથી અને અંતે તેનો ભાર અને ટીકાનો ભોગ શ્રમ અને રોજગાર ખાતું બને છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે તેમના પ્રેઝન્ટશેનને પણ ગંભીરતાથી લેવામાં આવતું નથી અને તેમની સાથે અન્ય સેક્રેટરીઓની સરખામણીમાં સાવકો વ્યવહાર થાય છે. આ ચર્ચાએ બેઠકમાં ગરમાવો લાવી દીધો હતો અને ચીફ સેક્રેટરી પંકજ કુમારે મામલો ઠંડો પાડવો પડ્યો હોવાનું સૂત્રો દ્વારા સાંભળવા મળ્યું છે. જોકે આ ઘટના બાદ સંપૂર્ણ સિચવાલયમાં અંજુ શર્મા ચર્ચાનો વિષય બન્યા હતા.