નવી દિલ્હીઃ નવી દિલ્હીના કંઝાવાલા કેસમાં હવે અંજલિની બહેનપણી નિધિએ મીડિયા સામે આવીને ચોંકાવનારા ખુલાસા કર્યા છે. નિધિએ જણાવ્યું હતું કે અકસ્માત વખતે તે અંજલિ સાથે જ સ્કુટી પર હતી. દુર્ઘટના બાદ તે ગભરાઈને ઘરે જતી રહી હતી. ઘરે તેણે તેની માતાને આ ઘટનાની જાણ કરી હતી. આ બનાવને કારણે નિધિ એટલી બધી શોકમાં હતી કે તેને પોલીસને આ ઘટનાની માહિતી આપવાનું ધ્યાનમાં ના રહ્યું.
એટલું જ નિધિએ તો આરોપીઓ સામે આક્ષેપો કરતાં જણાવ્યું હતું કે આરોપી ખોટું બોલી રહ્યા છે, કારમાં કોઈ લાઉડ મ્યુઝિક નહોતું ચાલી રહ્યું અને તેમને ખબર હતી કે અંજલિ તેમની કારની નીચે ફલાયેલી છે. અંજલિ ચીસો પાડતી રહી, પણ તેઓ તેને ખેંચીને અહીંયા ત્યાં ફરતા રહ્યા.
આ હિચકારી ઘટનામાં પોલીસે પોસ્ટમોર્ટમનો રિપોર્ટ ખુલાસો કરી દીધો છે અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ દ્વારા પીડિતાના પરિવાર માટે વળતરની જાહેરાત કરી છે. મૃતક યુવતીના પરિવારને રુપિયા 10 લાખનું વળતર આપવાની જાહેરાત કેજરીવાલ સરકાર દ્વારા કરવામાં આવી હતી.
कंझावला केस में नया CCTV.#Kanjhawala pic.twitter.com/dS4s46YQHG
— rajni singh (@imrajni_singh) January 3, 2023