મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનીલ દેશમૂખે એક ચોંકાવનારો દાવો કર્યો છે, કે મને જેલમાં એક ઓફર મળી હતી, જે મેં નકારી હતી. જો હું સમાધન કરી લેત, એટલે કે જો હું પ્રસ્તાવનો સ્વિકાર કરી લેતો તો મહાવિકાસ આઘાડીના નેતૃત્વની સરકાર ક્યારની ભાંગી પડતી.
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) ના નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ ગૃહ મંત્રી અનીલ દેશમૂખે રવિવારે એક મોટો દાવો કર્યો હતો. તેમણે કહ્યું કે તેમને જેલમાં એક એવો પ્રસ્તાવ મળ્યો હતો કે જો તેઓ એ પ્રસ્તાવ માની લેતા તો મહાવિકાસ આઘાડીની સરકાર ક્યારનીયે ભાંગી પડતી. અત્રે ઉલ્લેખનીય છે કે દેશમૂખ મની લોન્ડ્રીંગ અને ભ્રષ્ટાચાર ના કેસમાં 13 મિહના સુધી જેલમાં હતાં અને હાલમાં જામીન પર છે. દેશમૂખની નવેમ્બર 2021માં ધરપકડ કરવામાં આવી હતી. અને પાછલા વર્ષે 28મી ડિસેમ્બરે તેઓ જામની પર બહાર આવ્યા હતા. દેશમૂખે આ દાવો વર્ધાના સેવાગ્રામમાં નદી અને વન સંરક્ષણના ક્ષેત્રમાં કામ કરવાવાળી ગ્રામસભાઓ અને એનજીઓ દ્વારા આયોજીત સામૂહિક વન અધિકારના રાજ્યસ્તરીય સંમેલનમાં સંબોધન કરતી વેળાએ કર્યો હતો. તેમણે જણાવ્યું કે જેલમાં એમને એક એવો પ્રસ્તાવ મળ્યો હતો જેનો તેમણે અસ્વિકાર કર્યો જો હું એ પ્રસ્તાવ માની લેતો તો અઢી વર્ષ સુધી ચાલનારી મહા વિકાસ આઘાડી સરકાર પહેલાં જ પડી ભાંગતી. પણ મને ન્યાયમાં વિશ્વાસ છે અને એટલે જ મેં રાહ જોઇ.
અત્રે ઉલ્લેખનિય છે કે ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી એમવીએ સરકાર પાછલા વર્ષે જૂનમાં પડી ભાંગી હતી જ્યારે શિવસેનના ઘણાં ઘારાસભ્યોએ એકનાથ શિંદેના નેતૃત્વમાં બગાવત કરી અને પછી શિંદે ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં મૂખ્યમંત્રી બન્યા.
“જેલમાં ઓફર મળી હતી, જો….” મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનીલ દેશમૂખનો ચોંકાવનારો દાવો
RELATED ARTICLES