મુંબઈના બોરીવલી વિસ્તારમાં ચોંકાવનારી ઘટના બની છે. મળતી માહિતી અનુસાર કર્મચારીને આપવામાં આવેલું ટાર્ગેટ પૂરું ન થતાં તેણે નૈતિક જવાબદારી સમજીને રાજીનામું આપ્યું હતું જે બોસે સ્વીકાર કર્યું નહીં. તે બાદ એક મીટિંગ દરમિયાન બોસે આનંદ નામના કર્મચારીના માથે ટેબલ ઘડિયાળ મારી હતી. કર્મચારીએ તાત્કાલિક પોલીસને ફરિયાદ કરી હતી અને 35 વર્ષીય મેનેજર અમિત સિંહ સામે ગુનો દાખલ કરીને આ મામલે તપાસ હાથ ધરી છે.
આનંદે પોલીસને જણાવ્યું હતું કે એક વર્ષથી તે સ્વાસ્થ્ય વીમા કંપની સાથે સહયોગી ક્લસ્ટર મેનેજરના પદે કામ કરતો હતો. તેને એક બેંકના હેલ્થ ઈન્શ્યોરન્સ વીમા યોજનાઓને વેચવાનું ટાર્ગેટ મળ્યું હતું. જે સપ્ટેમ્બરમાં પૂરું ન થતાં નવમી ઓક્ટોહરે તેણે પોતાનું રાજીનામુ બોસને સબમિટ કર્યું હતું, જે સ્વીકારવામાં આવ્યું નહોતું.
આનંદે આરોપ લગાવ્યો છે કે શનિવારે સવારે સાડા નવ વાગ્યે અમિત સિંહે ફોન કરીને ઓફિસ બોલાવ્યો અને કામની માહિતી આપવા જણાવ્યું હતું. તેના જવાબરૂપે તેણે સાંજ સુધીમાં તમામ માહિતી સબમિટ કરશે એવું જણાવ્યું હતું. આનંદ અમિતના ફોનનો જવાબ આપી ન શક્યો ત્યારે અમિતે અપશબ્દો કહ્યા અને ઓફિસ મળવા બોલાવ્યો. બંને વચ્ચે કામને લઈને વાતચીત થઈ તે દરમિયાન રોષે ભરાયેલા અમિતે મીટિંગ રૂમમમાં આ મામલે ચર્ચા કરવાનો ઈનકાર કર્યો અને અચાનક તેણે ટેબલ ઘડિયાળ ઉઠાવીને આનંદના માથે મારી હતી. ઈજાગ્રસ્ત આનંદને તેના સહકર્મચારીઓ તાત્કાલિક શતાબ્દી હોસ્પિટલમાં લઈ ગયા હતાં અને માથામાં ટાંકા આવ્યા હતાં.
Angry Boss: બોરીવલીમાં ટાર્ગેટ પૂરૂ ન થતાં આપ્યું રાજીનામું તો બોસે ફોડ્યું માથું, પછી જે થયું…
RELATED ARTICLES