બિગબોસ 11ની વિનર અને ભાભીજી ઘર પર હૈથી લોકોના ઘરે ઘરે લોકપ્રિય થયેલી અંગુરીભાભી હવે નવા જ અંદાજમાં દર્શકોના દિલ પર રાજ કરવા માટે તૈયાર થઈ ગઈ છે. જી હા, અહીં વાત થઈ રહી છે શિલ્પા શિંદેની…
2015માં છેલ્લે ભાભીજી ઘર પર હૈમાં જોવા મળેલી શિલ્પા હવે મેડમ સર સિરીયલમાં કામ કરતી જોવા મળશે અને આ સિરીયલમાં તે ફિમેલ પોલીસ ઓફિસર એસીપી નૈના માથુરનો રોલ નિભાવતી જોવા મળશે. પહેલી વખત એવું થઈ રહ્યું છે કે શિલ્પા પોલીસના યુનિફોર્મમાં કોઈ રોલ નિભાવતી જોવા મળશે.
પોતાના આ નવા કોમેડી શો માટે શિલ્પા ખૂબ જ ઉત્સાહિત છે અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને તેણે પોતાની આ ખુશી ફેન્સ સાથે શેયર કરી હતી. શિલ્પાએ ઈન્સ્ટાગ્રામ પર શોનો પ્રોમો શેયર કર્યો છે અને આ પ્રોમોમાં શિલ્પા એકદમ દમદાર અવતારમાં જોવા મળી રહી છે.
View this post on Instagram
આ સિવાય શિલ્પાએ બિહાઈન્ડ ધ સીનની ક્લિપ શેયર કરી છે. શિલ્પાની ધમાકેદાર એન્ટ્રી, કડક એટીટ્યૂડ, રુઆબભરી ચાલ અને કાતિલાના અંદાજથી ફેન્સ એકદમ ઈમ્પ્રેસ થઈ ગયા છે. શિલ્પા સાત વર્ષ બાદ ટીવી પર કમબેક કરી રહી છે અને તેને નૈના માથુરના રોલમાં જોવા માટે દર્શકો એકદમ ઉત્સુક છે.
19મી જાન્યુઆરીથી આ કોમેડી શો ઓન એયર થશે જેના માટે શિલ્પા, શિલ્પાના ફેન્સ પણ એકદમ ઉત્સુક છે. પહેલી વખત આ પ્રકારનો રોલ નિભાવવાને લઈને એક ઈન્ટરવ્યુમાં શિલ્પાએ જણાવ્યું હતું કે હું હંમેશાથી એક પોલીસ ઓફિસરનો રોલ નિભાવવા માગતી હતી. મહિલા ઓફિસર્સ સર્ચમાં ખૂબ જ શાનદાર હોય છે અને તે રિસ્પેક્ટ ડિર્ઝવ કરે છે. આશા રાખું કે હું આ રોલને પૂરો ન્યાય આપી શકું અને તેની સાથે ન્યાય કરી શકું…