વિપુલ ચૌધરીની ધરપકડ બાદ અર્બુદા સેનામાં રોષ, મહેસાણાના આ ગામોમાં ભાજપને નો એન્ટ્રી

આપણું ગુજરાત

પૂર્વ ગૃહપ્રધાન અને દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની ધકપકડ બાદ ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. વિપુલ ચોધરીની ધરપકડ બાદ અર્બુદા સેનામાં રોષની લાગણી છે. અર્બુદા સેના વિવિધ રીતે સરકાર સામે વિરોધ પ્રગટ કરી રહી છે. આજે અર્બુદા સેના દ્વારા મહેસાણાના હીરવાણી અને ખરસડા ગામે ભાજપનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી હતી. ભાજપના નેતાઓને ગામમાં પ્રવેશ પ્રતિબંધ હોવાના બોર્ડ લગાવી દેવામાં આવ્યાં છે.
નોંધનીય છે કે વિપુલ ચૌધરીએ અર્બુદા સેના ઉભી કરી ઉત્તર ગુજરાતમાં દબદબો બનાવ્યો હતો. વિધાનસભાની ચૂંટી નજીક આવી રહી છે ત્યાર તેઓ AAPમાં જોડાય તેવી અટકળો વહેતી થઇ હતી માટે રાજકીય રીતે તેમને બદનામ કરવા તેમની ધરપકડ કરાઈ હોવાના આરોપો અર્બુદા સેના લગાવી રહી છે.. ગઇકાલે જ્યારે વિપુલ ચૌધરીને મહેસાણા કોર્ટમાં લઇ જવામાં આવ્યા ત્યારે મોટી સંખ્યામાં અર્બુદા સેનાના સભ્યો ઉમટી પડ્યા હતા જેથી વિપુલ ચૌધરીને પાછળના ગેટ માંથી કોર્ટમાં લઇ જવા પડ્યા હતા.
આજે ખેરાલુના મોટી હીરવાણી અને વીસનગરના ખરવડા ગામે ભાજપના તમામ નેતાઓ માટે ‘No entry’ના બોર્ડ લગાવી દેવામાં આવ્યાં છે તેમજ કોઈ પણ નેતા કે મિનિસ્ટરને ગામમાં પ્રવેશવા પર પ્રતિબંધ ફરમાવી બહિષ્કાર કરવામાં આવ્યો છે.
મહેસાણા ACBમાં દૂધસાગર ડેરીના નાણાકીય ગોટાળા સંદર્ભે બંને વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી, જેમાં 17 બેનામી કંપની ઊભી કરીને ઉક્ત રકમ બારોબાર ટ્રાન્સફર કરાઈ હોવાના ગંભીર આક્ષેપો કરાયા હતા. ગઇકાલે મહેસાણા કોર્ટે ચૌધરીના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ચૌધરી હાલ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીમાં છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.