આંગણવાડી કાર્યકર બહેનોની વિવિધ માંગણીઓની ઉપેક્ષા થતી હોવાથી આજે રાજ્યભરમાં એક લાખ જેટલી આંગણવાડી બહેનોએ હળતાળ પર ઉતરી સરકાર પર હલ્લાબોલ કર્યો છે. વિવિધ જિલ્લાની કલેકટર કચેરીએ મોટી સંખ્યામાં એકઠા થઇ આંગણવાડી બહેનોએ માંગણીઓને લઈને સુત્રોચ્ચારો કર્યા હતા. સરકાર પર આક્ષેપ મુકતા કહ્યું હતું કે,’સરકાર જ મહિલાઓનું શોષણ કરે છે’
રાજકોટમાં 1500 જેટલી આંગણવાડી કાર્યકર બહેનો અને તેડાધર બહેનો પોતાની માગણીઓ સાથે જિલ્લા પંચાયત કચેરી ખાતે દેખાવ કરવા એકઠી થઇ હતી. પગાર વધારો, નિવૃત્તિ વયમર્યાદા 60 વર્ષની કરવા, યુ.પી. ની જેમ ગેલેક્ષી મોબાઈલ આપવા, પેંશન, પ્રોવિડન્ડ ફંડ, પોષણ સુધા તેમજ ફેરબદલીની તકના મુદાને લઈ બહેનો વિરોધ કરી રહી છે.
ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનનાં રાજકોટ જિલ્લા પ્રમુખે જણાવ્યું હતું કે, આજે અમે 1500થી 1700 બહેનો જિલ્લા પંચાયત કચેરી ખાતે એકઠા થયા છીએ. અને અમારી મુખ્ય માંગ છે કે, માનદ વેતનમાંથી લઘુતમ વેતનમાં અમારો સમાવેશ કરવામાં આવે. હાલ કારમી મોંઘવારી છતાં કાર્યકર બહેનોને માત્ર રૂ.7,800 અને હેલ્પર બહેનોને માત્ર રૂ.3,950 ચુકવવમાં આવે છે. ખરેખર સરકારે સમજવંમ જોઈએ કે રૂ.3,950માં બહેનો એક તેલનો ડબ્બો અને એક ગેસનો બાટલો જ લઈ શકે. આ મોંઘવારી વચ્ચે આટલા ઓછા વેતનમાં બહેનો પોતાનું ઘર કઈ રીતે ચલાવી શકે ? ગુજરાત સરકાર મહિલા સશક્તિકરણની ફક્ત વાતો કરી મહિલાઓનું શોષણ કરે છે.
આંગણવાડી કાર્યકર બહેનો અને તેડાધર બહેનોની માંગ છે કે કેન્દ્ર સરકારની જેમ નિવૃત્તિ વયમર્યાદા 58થી 60 વર્ષ કરવા, પેંશન તેમજ પ્રોવિડડ લાગુ કરવા, પોષણ સુધાના અપાતા રૂપિયા 19 વધારી રૂપિયા 80 કરવા, જિલ્લા તાલુકા ફેરબદલીમાં એક તક આપવી, ગ્રેજ્યુઇટી રકમ સુપ્રીમના આદેશ મુજબ આપવી, સરકારી કર્મચારીઓને મળતું લઘુતમ વેતન ચૂકવવા તેમજ 2019 માં અપાયેલા મોબાઈલ ચાલતા ન હોય સારી કંપની અને સારી ક્વોલિટીના મોબાઈલ આપવા.

Google search engine