શેમારુ મી ગુજરાતી પ્રજા માટે જાણે પોતીકાપણાવાળી લાગણી, એક ઘરનું સભ્ય જ જાણે… અને આજે આપણે મળીશું આ શેમારુ મીની ધૂરા સંભાળનાર કચ્છની ધિંગી ધરાની ધી અનેરી સાવલાને… કચ્છી સમાજ માટે અનેરી સાવલા નામ જરાય અજાણ્યું નથી. ૧૮ વર્ષથી શેમારુ મી સાથે સંકળાયેલી અનેરીની એન્ટરટેઈન્ટમેન્ટ ઈન્ડસ્ટ્રી જેવા એક મેલ ડોમિનેટિંગ સફર જરાય સહેલી નહોતી, પણ નામ પ્રમાણે જ અનેરીએ આ અનેરું કામ કરવાનું બીડું ઉઠાવ્યું અને જ્યાં સુધી તેમાં સફળ નહીં થઈ ત્યાં સુધી જંપી નહીં. આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે આવો જાણીએ અનેરીની આ અનેરી સફર વિશે… આજે અનેરી શેમારુ મીની વાઈસ પ્રેસિડન્ટ (ગુજરાતી બિઝનેસ હેડ) તરીકેની જવાબદારી સંભાળી રહી છે.
ચોક્કસ જ આ એક મેલ ડોમિનેટિંગ ફિલ્ડ છે, અહીં મહિલાઓ માટે ટકી રહેવું કે સર્વાઈવ કરીને સક્સેસ હાંસિલ કરવી એ અઘરું છે. મારી સફર પણ રોલર કોસ્ટર રાઈડ જેવી જ હતી. શરૂઆતના દિવસોની વાત કરું તો ૨૦૦ માણસોની સાથે કામ કરવું અને તેમાં ૧૮-૨૦ વર્ષથી લઈને ૫૦-૫૫ વર્ષના લોકો સમાવેશ થાય એ ખરેખર એક પડકાર જ હતો મારા માટે, કારણ કે કોઈ પણ બે વ્યક્તિના મગજ ક્યારેય એક જેવા હોતા જ નથી. પણ ધીરે ધીરે બધું થાળે પડતું ગયું અને હું આ માહોલમાં પણ સેટ થઈ ગઈ, પોતાના શરૂઆતના દિવસોના સંભારણાં વાગોળતા કહે છે અનેરી.
નાટકોથી વેબસિરીઝ સુધીના ટ્રાન્સફોર્મેશન વિશે વાત કરતાં અનેરી જણાવે છે કે આ સફર ખૂબ જ રોમાંચક રહી હતી, કારણ કે નાટકો અને વેબસિરીઝ એ ટોટલી ડિફરન્ટ છે. અમારી પહેલી વેબસિરીઝ હતી ષડયંત્ર જે એક પોલિટિકલ ડ્રામા હતી ત્યાર બાદ અમે ગોટી સોડા, વાત વાત જેવી અલગ અલગ ઝોનનું એન્ટરટેઈનમેન્ટ લોકોને પીરસી રહ્યા છીએ અને ભવિષ્યમાં પણ લોકોને આ જ ટાઈપનું એન્ટરટેઈનમેન્ટ પીરસીશું. અમારો મૂળ હેતુ લોકોને ગુજરાતી ભાષા સાથે જોડી રાખવાનો છે.
આજે અનેરી જે કંઈ પણ છે એ બધું એ મહેનત, પરિશ્રમને કારણે જ છે એવું અનેરી એકદમ સ્પોર્ટ્સમેન સ્પિરીટથી સ્વીકારે છે. કોઈ પણ મહિલા જ્યારે કંઈક હાંસલ કરવા કે પોતાની પાત્રતા પુરવાર કરવા માટે ઘરથી બહાર નીકળે એટલે તેના માટે ઘર-પરિવારનો સપોર્ટ તો જોઈએ જ.
તમારી બાબતમાં પરિવારે કેવો અને કેટલો સપોર્ટ કર્યો એવા સવાલના જવાબમાં અનેરી જણાવે છે કે ‘ચોક્કસ જ, પરિવારના સપોર્ટ વિના તો મહિલા જ નહીં, પુરુષો પણ કંઈ કરી શકે નહીં તો હું કઈ રીતે આમાંથી બાકાત રહી શકું? મારા ઘડતરમાં અને આજે હું જેટલી સક્સેસફૂલ થઈ છું એની પાછળ મારી મમ્મીનો સૌથી વધુ અને મહત્ત્વનો ફાળો છે. પડકારો અને ચેલેન્જિસ તો આવ્યા કરે જીવનમાં એને હર્ડલ માનીને બેસી રહેવાને બદલે એના પર કામ કરીને એને જ સ્ટેપ્સ બનાવીને આગળ વધવામાં આવે તો સફળતા ચોક્કસ જ મળે છે. મારા મમ્મી સિંગલ પેરેન્ટ હતાં એટલે શરૂઆતના દિવસથી જ મારા માટે સંઘર્ષભર્યા રહ્યા હતા. મમ્મીએ તો મને સ્ટ્રોન્ગ બનાવી જ છે, પરંતુ મમ્મીની સાથે સાથે જ શેમારુ મીનો પણ મને ઘડવામાં ખૂબ જ મહત્ત્વનો ફાળો રહ્યો છે, એવું કહું તો એમાં જરા પણ અતિશયોક્તિ નહીં ગણાય. હજી આ તો મારો લર્નિંગ પીરિયડ છે, ઘણું બધું શીખવાનું, સમજવાનું
બાકી છે. આ એક લોન્ગ ટર્મ પ્રોસેસ છે જે લાઈફટાઈમ સુધી ચાલવાની જ છે.
પર્સનલ લાઈફથી આગળ વધી અને અનેરીની પ્રોફેશનલ લાઈફ તરફ વળીએ અને કંપનીનું સંચાલન સંભાળતી અનેરી જણાવે છે કે છેલ્લો દિવસથી ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ૩૬૦ ડિગ્રી ચેન્જ આવ્યો છે અને એ વાત દીવા જેવી સ્પષ્ટ છે. એ જ રીતે શેમારુ મી પણ આટલાં વર્ષોમાં ખાસ્સું એવું બદલાયું છે. એક સમયે નાટકો માટે જ ઓળખાતું શેમારુ મી હવે ફિલ્મો અને ગુજરાતી વેબસિરીઝ બનાવતું થઈ ગયું છે. પરિવર્તનની સાથે સાથે જ શેમારુ મીએ એક બીજી જવાબદારી એ પણ ઉંચકી છે અને એ જવાબદારી એટલે આપણી માતૃભાષા ગુજરાતીના સંવર્ધનની. વધુને વધુ ગુજરાતી લોકો ગુજરાતી ભાષા તરફ વળે એ માટે પણ અમે લોકો પ્રયાસો કરતાં હોઈએ છીએ.
શેમારુ મીની ખાસિયત વિશે વાત કરીએ તો શેમારુ મી હંમેશાંથી જ ક્લીન અને બેસ્ટ ક્ધટેન્ટ આપવાનો પ્રયાસ કરે છે. લોકો પણ આવા પ્રકારના ક્ધટેન્ટને વધુને વધુ પસંદ કરી રહ્યા છે. આવનારા સમયમાં વધુને વધુ મનોરંજનનો થાળ લઈને શેમારુ મી દર્શકોની મુલાકાતે આવી રહ્યું છે, એવું અનેરીએ વધુમાં ઉમેર્યું હતું.
એક મહિલા તરીકે જો અન્ય મહિલાઓને કોઈ સંદેશ આપવો હોય તો એ શું હશે એવું પૂછતાં જ અનેરી જણાવે છે કે હું દરેક મહિલાને એટલું જ કહેવા માગું છું કે આજે કોઈ પણ કામ એવું નથી કે જે એક મહિલા નથી કરી શકતી. જસ્ટ બિલિવ ઈન યોર સેલ્ફ અને લાઈફમાં કંઈ પણ મેળવવું હોય તો એના માટે જરૂરી છે કે તે મેળવવા માટે પ્રયાસો કરવામાં આવે. પ્રયાસો કરશો તો જ એક દિવસ નક્કી કરેલાં ગોલ સુધી ચોક્કસ પહોંચી શકશો.આજે ઈન્ટરનેશનલ વુમન્સ ડેના દિવસે તમને બધાને ખૂબ ખૂબ શુભેચ્છા..
અને આપણે અનેરીને તે તેની અનેરી કારકિર્દી દરમિયાન સફળતાનાં વધુને વધુ શિખરો સર કરે એવી શુભેચ્છા પાઠવીએ અને દર્શકોને સારું મનોરંજન પૂરું પાડતી રહે એવી આશા…
અનેરીની અનેરી ઊડાન
RELATED ARTICLES