Homeઉત્સવઅને તમારે જે કરવું હોય, એ કામ અઘરું જ થતું જાય અને...

અને તમારે જે કરવું હોય, એ કામ અઘરું જ થતું જાય અને એટલા જ માટે એને કસોટી કહેવાય

ઓપન માઈન્ડ -નેહા.એસ.મહેતા

મારી નવા વર્ષની પહેલી સુંદર મજાની ઊગતી સવાર એટલી હાસ્ય સાથે ઊગી છે કે ના પૂછો વાત. અંગ્રેજી કે વેસ્ટર્ન પદ્ધતિની કે સંસ્કૃતિની, મજા ખૂબ મણાઈ રહી છે. એનું પરિણામ આપણે ૩૧ની નાઈટ અને ૧૨ મહિનાના અંતે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર ૨૦૨૨ને અલવિદા કર્યું.
આ વખતે મેં જણાવ્યું હતું કે હું શાંતિમય સુંદર પ્રભાતની રાહ જોઈને નવા વર્ષનું સ્વાગત કરીશ. એવું જ કર્યું. ૩૧મીએ અમે લોકો મારી નાની બહેન માટે કેક લઈ આવ્યા. કેક મારા હાથે કાપી. કારણ કે એમનો હાથ થોડો ભાંગી ગયો હતો. હાહાહા. એટલે કેક કટિંગ મેં કર્યું. ૩૧મી તારીખે ઘરમાં બાળકોને જોઈએ એવી ખાવાની સારી સારી વસ્તુઓ લાવ્યા હતા. અને હું જ એક સરસ મજાનું સફેદ ટીશર્ટ પહેરી માથે સાન્તાક્લોઝની ટોપી પહેરી એને બાર વાગ્યા સુધી નાની નાની ગિફ્ટ આપતી રહી.૧૨:૦૦ વાગી ગયા. એની ખબર ટીવી દ્વારા, સોશિયલ મીડિયા દ્વારા, આજુબાજુ બધેથી આવતા વાજા ગાજા, અને ડીજેના બેન્ડ બાજાના, ગીતોના અવાજો, બધાથી ખબર પડી ગઈ કે બાર વાગ્યા. અને અમે બધાએ પણ ઘરમાં શાંતિથી નવા વર્ષને વધાવી લીધું. અને સવારે સાડા પાંચે અમે ઊઠી ગયા અને મેં વિચાર્યું કે હું આ વખતે મસ્ત મજાનું યોગ વિશે આગળ વધવાનું વિચાર કરું છું. બહુ જ ઉમદા યોગના ટીચર છે. બહુ જ પ્રચલિત છે.
મેં વિચાર્યું કે હું તેમને ફોન કરું. ઘણા વખત પછી મને એમની યાદ આવી એટલે મેં કીધું એમને થર્ટી ફર્સ્ટ સાથે શું લેવાદેવા, એ તો યોગ કરાવે છે. એટલે સવારે વહેલા ઊઠ્યા જ હશે.
મેં એમને સવારે ફોન કર્યો. મેં કીધું સુપ્રભાતમ્ ગુડ મોર્નિંગ, હેપ્પી ન્યુ યર, તો મને સામેથી પ્રતિભાવ આવ્યો. એકદમ ઉમળકા સાથે કે ગુડ મોર્નિંગ નેહા એસકે મહેતા. ફર્સ્ટ ડે ઓફ ધ ઇયર, ફર્સ્ટ સન્ડે, ઇઝ અ હોલી ડે…મેં પુછ્યુ, શું કરો છો તમે? (મનમાં એમ કે યોગ સાધના કરતા હોય તો હું પહોંચી જાઉ) તો જવાબ આવ્યો. બેબી, આઈ વોઝ એટ ધ પાર્ટી. જસ્ટ હેડિંગ હોમ. મારી સાથેના લોકો હસ્યા કે યોગ કરવા માટે સવાર સવારમાં યોગીને યાદ કર્યા અને યોગી જઈ રહ્યા હતા વિશ્રામ કરવા. હાહાહા.પણ મજાની વાત એ છે કે આપણે જાગી ગયા. પછી એમણે મને પૂછ્યું. વોટ આર યુ ડુઇંગ.( એમને ઓડ ન લાગે માટે) મેં કહ્યું કે આઈ એમ હેવિંગ બીચ પાર્ટી. હાહાહા. ન્યુ યર, ફર્સ્ટ મંથ, ફર્સ્ટ ડેટ એન્ડ સન્ડે, હોલી ડે, સો એન્જોય. આઇ વીલ કોલ યુ સૂન. એમ કહી મને યોગ શિખડાવવા માટે એ બેન ફોન કરવાના હતા.
આજે અગેન સન્ડે, અગેન હોલીડે, આઠમી તારીખ, એક અઠવાડિયું થઈ ગયું નવા વર્ષનું. એ બેન ફોન કરવાનું મને ભૂલી ગયા હશે. વ્યસ્ત થઈ ગયા હશે, જે હોય તે, પણ એમનો યોગ માટે મને ફોન આવ્યો નહીં. હાહાહા. એટલે આ આખો મારો પ્રયત્ન છે. એમાં જે પંચરો પડી રહ્યા છે. એ મને ખૂબ જ હસાવી રહ્યા છે.
જ્યારે પણ આપણે કોઈપણ નિશ્ર્ચય કરીએ કે પ્રગતિ તરફ આગળ વધવા માટે નિયમો બાંધીએ કે કોઈપણ વસ્તુની મનમાં ગાંઠ બાંધીને તૈયારી કરીએ તો વિધ્ન, અડચણ અને ક્ધફ્યુઝન આવવાના જ. એનાથી નાસીપાસ થવાનું નહીં, હસીને એને પાસ કરી દેવાના. છેને મસ્ત મજાની વાત અને મસ્ત મજાની લાઈફ. તમે જે એક્સપેક્ટ કરો એનાથી ઊંધું જ થાય. હાહાહા અને તમારે જે કરવું હોય, એ કામ અઘરું જ થતું જાય. અને એટલા જ માટે એને કસોટી કહેવાય. આજુ -બાજુ બધી વસ્તુ ચાલુ રહેશે. તમે પોતાના ઉપર ફોકસ કરો. એજ સાચી પ્રગતિ.
બીજો એક તરોતાજા કિસ્સો, આજ ટોપીકની વાત અમારે ટી ટેબલ પર ચાલી રહી હતી. એટલે…અમે લોકો ચા કૉફીને નાસ્તા કરવા બેઠા હતા. શણગારેલા અને મોટા મજાનાં ટેબલો હોય. ચા નાસ્તા હોય, ઇંગ્લિશ કલ્ચરમાં. અને આ તો મોસમ છે મસ્તીનો. રંગ તો લાગે જ ને. મસ્ત મજાના બોલીવુડથી લઈને હોલીવુડનાં ગીતો સાંભળ્યા હોય. પાછું મિક્સિંગ કર્યું હોય. ડીજે મ્યુઝિકમાં મિક્સિંગ કરે. અને આપણા બધા રસીલાઓએ ગ્લાસમાં મિક્સિંગ કર્યું હોય. એટલે ટન ટના ટન તો બધા લગભગ ચાર-પાંચ દિવસ સુધી રહેવાના જ. કાઇ વાંધો નહીં. (થોડું તબિયતનું ધ્યાન રાખજો. લિક્વિડ ખોરાક વધારે લેજો તો. ડીટોક્સ થવામાં મદદ રહેશે)
હા તો વાચકમિત્રો..પછી બીજા મિત્રને ફોન કર્યો. જેઓ ઇવેન્ટ લાઈનમાં છે. એ ડરી ગયા. સવારમાં કેમ ફોન કર્યો તેં મને?બધું બરાબરને? આઇ સેઇડ, નવું વર્ષ થયું. નવું વર્ષ, તમને હેપી ન્યૂ યર વડીલ. એમણે મને કહ્યું…શું દિમાગની બત્તી ગુલ કરે છે. હું સૂવા જતો હતો. મેં કીધું પ્રભુ જાગો! નવું વર્ષ થયું. તો તેમણે કહ્યું, હમણાંજ બધાને ડાન્સ કરાવી, ધક્કા મારી મારીને માંડ ઘરે મોકલ્યા. પૂરું થઈ ગયું. પૂરું થઈ ગયું. નવું વર્ષ ચાલુ થઈ ગયું. એમ કરી કરીને બધા યુવાનિયાઓને અમે ઘરે મોકલ્યા. હજુ સેટઅપ પણ છૂટું નથી પાડ્યું. હજુ લાઈટ ખાલી બંધ કરી. કનેક્શન છૂટાં કર્યાં. માંડ ઘરે પહોંચ્યો. હજુ તો હું સૂતો જ હતો અને તારો ફોન આવ્યો સવાર સવારમાં. મેં કીધું, હેપી ન્યૂ યર કરવા માટે ફોન કર્યો છે. તેમણે કહ્યું લાગે છે તું ફ્રેશ સૂઈને હમણાં
ઊઠી છે. મારે આખી રાતનો ઉજાગરો છે. મને સુવાદે. મારા મગજમાં હજી ઢાકચીક ઢાકચીક મ્યુઝિક વાગે છે. મને એટલું બધું હસવું આવ્યું…
અમે ઇવેન્ટના કામને બધું કરતા રહીએ એટલે અનુભવો અને જોક બહુ શેર કરીએ.
એમને પૂછ્યું કે સૂંતા પહેલા એક જોક કહો. એમણે કહ્યુ કે જો આજે અંગ્રેજી ભાષાનો જોક સંભળાઉં. અંગ્રેજી પણ ભાષા છે. એને ખાલી ખાલી ચટાકા કરવા માટે બોલવી નહીં. એનું આ જોક ઉદાહરણ છે. થોડો ઇન્ટેલીજન્ટ જોક છે. મેરેજ ઈન્વિટેશનનો.
આઇ રિસીવ્ડ અ મેરેજ ઈન્વિટેશન.
એટ ધી એન્ડ વોઝ પ્રીન્ટેડ….
‘યોર પ્રેઝન્સ ઇટસેલ્ફ ઇઝ અ ગિફ્ટ.
એન્ડ વિ ડોન્ટ વોન્ટ એની ગિફ્ટસ.’
આઇ રેડ ઇટ અગેઇન એન્ડ અગેઇન..
આઇ વોઝ ગેટિંગ ક્ધફ્યુઝ્ડ.
ફાઇનલી આઇ કેમ ટુ ધ કનક્લુજન.
ધેટ આઇ એમ નોટ ઇન્વાઇટેડ.
એન્ડ આઇ ડીસાઇડેડ, નોટ ટુ એટેન્ડ.હાહાહાહા..
ઇંગ્લિશ ઇઝ લેંગ્વેજ વીચ મસ્ટ બી કેરફુલી હેન્ડલ્ડ. અધરવાઇઝ લોચા લાપસી. હાહાહા..
હવે અંગ્રેજી ભાષાને કે કોઈ પણ ભાષાને આપણે ટાઇમપાસ લેવી નહીં. કારણકે એના અર્થ એટલા બધા થતા હોય છે. આપણે ભાષા બોલવા કરતાં વધારે ભાષાને સમજવાનો આ વખતે પ્રયત્ન કરવા માંડીએ.
દરિયાઇ પાસે બેઠી સુંદર મજાના વિચાર કર્યા. ઘરે પાછા આવી સ્નાન
કરી સભાનતા સાથે શરૂઆત કરી. ૨૦૨૨ના અંત અને ૨૦૨૩ની નવી શરૂઆત વિષે વિચારીજ રહી હતી અને મારા એક કલાકાર મિત્રનો મેસેજ આવ્યો. અને એમણે મને સુંદરમજાનો મારા ગમતાં રજનીશજીનો નવા વર્ષ વિષયે સંદેશ આપ્યો જે હું તમને નવા વર્ષની ભેટ રૂપે આપું છું. તમને ગમશે અને વિચારો ખુલશે.
તેઓ કહે છે કે. હું તમને નવા વર્ષની એકજ વાત કહીશ અને એકજ વાત ધ્યાનમાં લાવીશ કે આપણે કેટલા આવા નવા વર્ષોને પુરાના કરી નાખ્યા. હવે આ વખતે તમે
એજ ન કરતા જે કરતા આવ્યા છો. હવે આ નવા વર્ષને ખરેખર નવીન બનાવવાનો પ્રયત્ન કરજો. તો દિન પ્રતિદિન જીવનમાં નવીનતા આવશે. રોજ એક નવું વર્ષ
આરંભ થશે. રોજ ઉદ્યમ રહેશે. ઉત્સવ
રહેશે. જૂનું કશું ટકતુંજ નથી. બધું વહી
જાય છે.
આપણે આપણી જૂની વાતોને એટલી જટીલતાથી પકડી રાખીએ છીએ કે નવી વાત નવી વસ્તુનો કોઇ અવકાશ જ નથી રહેતો કે એ નવી વાત વિચાર આપણે અપનાવી શકીએ, પચાવી શકીએ, આપણામાં જીવનમાં નવીનતા લાવવા માટે આપણે આપણી જૂની વસ્તુઓ વાતો કે અનુભવથી છૂટા પડવું પડશે. એ જગ્યા એ સ્પેસ આપણે આપણાં મનમાં જીવનમાં કરવી પડશે. આપણે આપણાં મગજમાં પણ શાંતિથી બેસીને ખોજ કરીને કચરો કાઢશું તો જીવનમાં નવો ઉત્સાહ નવી વાતો નવો આનંદ અનુભવી શકીશું.
આપણે જૂની વાતો ને જડતા છોડી દઈશું તો આપણાં જીવનમાં નવી વાતની જગ્યા થશે.
જેમ ઘરની સફાઇ કરીએ જૂનાં કપડાં જૂનાં વાસણો કાઢીને તો નવા વાસણ ને કપડાની કબાટમાં જગ્યા થાયને એવી રીતે જીવનમાં પણ નવી કિરણોં મેહસૂસ થશે. અને એટલેજ આપણે ‘ઓપન માઇન્ડ’ સાથે આપણાં વડીલોએ શીખવેલી પ્રાર્થના પ્રકૃતિને કરીએ. અને આવનાર સમય જીવીએ ચાલો.
અસતો મા સદગમય
તમસો મા જ્યોતિર્ગમય
મૃત્યોર્મામૃતમ ગમય
હે ઇશ્ર્વર અમને અસત્યથી સત્ય તરફ લઇ જાઓ. અંધકારથી પ્રકાશ તરફ લઇ જાઓ અને મૃત્યુથી અમરતા તરફ લઈ જાઓ. ઓમ શાંતિ શાંતિ શાંતિ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular