Homeસ્પોર્ટસરોનાલ્ડો માટે વિરાટ કોહલીએ લખી ભાવુક પોસ્ટ

રોનાલ્ડો માટે વિરાટ કોહલીએ લખી ભાવુક પોસ્ટ

ફિફા વર્લ્ડ કપ 2022ની કવાર્ટર ફાઈનલમાં પોર્ટુગલ સામે મોરક્કો 1-0થી વિજય મેળવ્યો હતો, પરંતુ તેની સાથે પોર્ટુગલના ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને પોતાના છેલ્લા વર્લ્ડકપમાં ખિતાબ લીધા વિના વતન પાછા ફરવાની નોબત આવી છે. ટીમ ઈન્ડિયાના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી પણ રોનાલ્ડોનો સૌથી મોટો ફેન છે અને તાજેતરમાં વિરાટે રોનાલ્ડો વિશે ભાવુક પોસ્ટ પણ લખીને તેની મહાનતાને વખાણી હતી.
વર્લ્ડકપમાંથી પોર્ટુગલ બહાર થયા પછી વિરાટે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ લખી છે કે ફૂટબોલના વર્લ્ડકપ અને દુનિયાભરના રમતપ્રેમીઓ માટે તે જે કાંઈ કર્યું છે તે કોઈ ટ્રોફી અથવા પુરસ્કારથી વિશેષ નથી. કોઈ પણ હેડલાઈન્સ પણ કહી શકે નહીં કે તે લોકો પર શું અસર બનાવી છે. તું ભગવાનની એક ભેટ છે. એક એવા વ્યક્તિ માટે એક વાસ્તવિક આશીર્વાદ છે જે દર વખતે પોતાના દિલથી રમે છે અને કોઈ પણ ખેલાડી માટે મહેનત, સમર્પણ અને સાચી પ્રેરણાના પ્રતીક છે અને મારા માટે પણ તું સદા માટે મહાન ખેલાડી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular