Homeટોપ ન્યૂઝઅને મહિલાએ એરપોર્ટને બોમ્બથી ઉડાવી નાખવાની આપી ધમકી...

અને મહિલાએ એરપોર્ટને બોમ્બથી ઉડાવી નાખવાની આપી ધમકી…

બેંગલુરુઃ કર્ણાટક પોલીસે તાજેતરમાં કેરળની એક મહિલાની ધરપકડ કરી હતી, જેમાં બેંગલુરુ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉડાન ભરવામાં વિલંબ કરવા મુદ્દે અધિકારીઓને બોમ્બથી એરપોર્ટ ઉડાવી દેવાની ધમકી આપી હતી. એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી આપવા બદલ પોલીસે સોમવારે મહિલાની ધરપકડ કરી હતી. આરોપી મહિલાની માનસી સતીબૈનુ (31 વર્ષ, કોઝીકોડની રહેવાસી) તરીકે કરવામાં આવી છે, એમ પોલીસે જણાવ્યું હતું.

કેરળની આ મહિલાની પોલીસે ધરપકડ કરી હતી, જેમાં તેને બેંગલુરુ ઈન્ટરનેશનલ એરપોર્ટને ઉડાવી નાખવાની અધિકારીઓને ધમકી આપી હતી. ધરપકડ કરવામાં આવ્યા પછી પોલીસે કોર્ટમાં હાજર કરી હતી અને તેને અગિયાર દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવી હતી.

મહિલાનું નામ માનસી સતીબૈનુ તરીકે કરવામાં આવી છે. આ બનાવ ત્રીજી ફેબ્રુઆરીના બન્યો હતો. આરોપી મહિલા બેંગલુરુથી કોલકાતા જતી હતી. તેને 6ઈ445 ઈન્ડિગોની ફ્લાઈટમાં ટિકિટ બુક કરાવી હતી અને એરપોર્ટ પર પહોંચી હતી. જોકે, એરપોર્ટના ગેટ નંબર છ નજીકના ગેટ ખાતે ચેકિંગ દરમિયાન તેને અધિકારીઓને ધમકાવી નાખ્યા હતા. એટલું જ નહીં, અધિકારીઓને ધમકાવવાની સાથે કહ્યું હતું કે જો તેને અંદર જવા દેશે નહીં તો એરપોર્ટને બોમ્બથી ઉડાવી નાખશે.

તેને બૂમાબૂમ કરીને એરપોર્ટમાં બોમ્બ લગાવ્યો છે અને પ્રવાસીઓને પોતાનો જીવ બચાવવા માટે પરત ફરવું પડશે. એ જ વખતે પોલીસ કર્મચારીઓએ તેની ધરપકડ કરીને પોલીસને સોંપી હતી. સીઆઈએસએફના એક અધિકારીએ કહ્યું હતું કે મહિલા સામે કાર્યવાહી કરતા આઈપીસી એક્ટ 505, 323 અને 353 અન્વયે ફરિયાદ કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular