નાગપુરઃ આજથી નાગપુરમાં શિયાળુ સત્ર શરુ થયું અને એને ધ્યાનમાં લઈને ઠેકઠેકાણે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પણ બંદોબસ્ત માટે હાજર રહેલાં પોલીસોને સમયસર ભોજન નહીં મળ્યું હોવાની ઘટના પ્રકારશમાં આવી હતી. આખા રાજ્યમાંથી નાગપુર ખાતે પોલીસ બંદોબસ્ત માટે હાજર થયા છે. સવારથી અલગ અલગ ઠેકાણે પોલીસ બંદોબસ્તમાં ફરજ બજાવી પણ અને બપોરના જમવાનો સમય થયો ત્યારે જમવાનું ખૂટી જતાં અનેક પોલીસોએ ભૂખ્યા રહેવાનો વારો આવ્યો હતો. ગયા અધિવેશનમાં પણ આ જ રીતે પોલીસોને જમવાનું ખૂટી જતા ભૂખ્યા રહેવું પડ્યું હતું. પરિણામે આ વખતે તકેદારી રાખવાની ભલામણ સંબંધિત અધિકારીઓને કરવામાં આવી હતી. તેમ છતાં પોલીસોના ભાગે હાલાકિ અને અગવડતા જ ભોગવવાનો વારો આવ્યો હતો. એક તો સમયસર જમવાનું મળ્યું નહીં અને જે જમવાનું મળ્યું એ પણ અપૂરતું હોવાની ફરિયાદ બંદોબસ્ત પર હાજર પોલીસો દ્વારા કરવામાં આવી હતી અને ત્યાર બાદ સફળા જાગેલા પ્રશાસને પોલીસોને જમવાનું મળે એ માટેની હિલચાલ કરવાનું શરું કર્યુ.