મુંબઈ: રાષ્ટ્રવાદી કૉંગ્રેસનાં એમએલએ સરોજ આહીરે પોતાના ચાર મહિનાના દીકરાને લઈને વિધાનભવન પહોંચ્યાં હતાં, પરંતુ ‘હિરકણી કક્ષ’ની અવસ્થા જોઈને તેમની આંખો ભરાઈ આવી હતી.
નાગપુર ખાતે થયેલા અધિવેશનમાં પણ સરોજ આહીરે પોતાના દીકરાને લઈને આવ્યાં હતાં અને એ સમયે તે માત્ર અઢી મહિનાનું હતું. એક માતા અને એમએલએ એમ બંને જવાબદારી સરોજ આહીરે ઉઠાવી રહ્યા છે, પણ આજે વિધાનભવન ખાતે ‘હિરકણી કક્ષ’ની સ્થિતિ જોઈને તેમની સામે હવે તેમના દીકરાને રાખવો ક્યાં એવો સવાલ ઉપસ્થિત થયો હતો.દીકરો બીમાર હોવા છતાં હું મારી ફરજ બજાવવા માટે સરોજ આહીરે અધિવેશનમાં આવ્યાં હતાં, પરંતુ ‘હિરકણી કક્ષ’ની હાલત જોઈને તેઓ નારાજ થયાં હતાં અને રડી પડ્યાં હતાં. રૂમમાં બધે જ ધૂળ જોવા મળી હતી અને હવે આવા ધૂળવાળા રૂમમાં બાળકને રાખવું કઈ રીતે એવો સવાલ પણ તેમણે ઉપસ્થિત કર્યો હતો. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ એનસીપીનાં એમએલએ સરોજ આહીરેની મુલાકાત લીધી હતી. રાજ્યની બધી ઓફિસમાં બાળકોને લઈને આવતી માતાઓ માટે વ્યવસ્થા કરવી એવી માગણી પણ સરોજ આહીરે દ્વારા કરવામાં આવી હતી. ઉ
… અને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યાં એનસીપીનાં વિધાનસભ્ય સરોજ આહીરે
RELATED ARTICLES